અમેરિકા, ભારત, યૂરોપમાં ફેસબુકના યૂઝર્સે ફેસબુક કામ ન કરતું હોવાની ફરિયાદ કરી હતી. ડિજીટલ વર્લ્ડમાં આવેલી અડચણોને જોનાર એક પોર્ટલ અનુસાર મંગળવારે હજારોની સંખ્યામાં Facebook Messenger પોતાના મેસેજ જોઈ નહોતા શકતા. લોગ ઈન નહોતુ થઈ રહ્યુ. સર્વર કનેક્ટ નહોતુ થતુ.

કેટલાક કલાકો પછી આ સેવા ફરી શરૂ થઈ હતી. જો કે ફેસબુકે હજુ સુધી આનું કોઈ કારણ આપ્યુ નથી. સ્ક્રીન પર ‘Something Went wrong’ નામની એરર આવી રહી હતી.

જો કે આ સમસ્યાને 20 મિનીટ બાદ ઠીક કરી લેવામાં આવી.ત્યાં સુધીમાં યુઝર્સોએ ટ્વીટર સહિત સોશિયલ મીડિયા સાઈટ પર આ સમસ્યા વીશે જણાવ્યુ હતુ.ફેસબુકમાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં જ ફેસબુક પર 4 વખત પ્રોબ્લેમ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.