વપરાશકારો ની વિગતોની સુરક્ષા માટે શરૂ કરેલી તપાસ વચ્ચે કંપનીને ઈઝરાઈલ ભારત ઉત્તર મેસેડોનીયા અને ચીનની કેટલીક કંપનીઓ હજારો વપરાશકારોના ડેટાની જાસૂસી કરતી હોવાનું માલુમ પડતા કંપની સતર્ક
અબતક રાજકોટ
ફેસ બુક ના નવા અવતાર મેટા એ સાયબર ક્રાઇમ અને ખાસ કરીને વપરાશકારો ની વિગતો લીક થવાની સમસ્યા અને ડેટાના દુરુપયોગ કરનારા તત્વો પર બાજ નજર રાખવાનું શરૂ કર્યું છે કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેમાં ઇઝરાઇલ ,ભારત, ઉત્તર મેસેડોનિયા અને ચીનની છ જેટલી કંપનીઓ ની ગ્રાહક ઉપરાંત કારોની જાસૂસી હરકત ધ્યાનમાં આવી છે કંપનીએ તાત્કાલિક ૧૫૦૦ જેટલા એકાઉન્ટ ફેસબુક અને ઇન્સ્ટા ગ્રામ ના શંકાસ્પદ ખાતાબંધ કરી દીધા છે, આ એવા ખાતા છે જે વપરાશકારોની વિગતો હેક કરવાની શંકાના દાયરામાં આવે છે, કંપની દ્વારા કેટલીક કંપનીઓ અને ખાતા ને ઓફર વેકેશનમાં રાખવામાં આવ્યા છે કંપનીનું એવું લક્ષ્ય છે કે પોતાના વપરાશકારો ની વિગતો સુરક્ષિત એવી જોઈએ .
મેટા ના ડાયરેક્ટર ડેવિડ એ વિશે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોની ગુપ્ત વિગતો અને સુરક્ષા સંબંધી ફરિયાદો આવી છે પેગાસસ કાંડસામે આવ્યા પછી કંપનીએ સતરક થઈને આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે મંગળવારે અમેરિકાના 18 જેટલા ધારાસભ્યોએ સરકારને પોર્ન સર્વેલન્સ કંપની પર નજર રાખવાની હિમાયત કરી છે ,મેટાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક સાયબર ક્રાઈમ ધ્યાને લઇને કંપની પોતાના વપરાશકારો ની વિગતો અંગે સજાગ બની છે ફેસ બુક માંથી મેટા બનેલી કંપની એ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી પત્રકારો રાજદ્વારી આગેવાનો ઉદ્યોગપતિઓ આર્થિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો ની વિગ તો લીક થાય છે રશિયાની કેટલીક કંપનીઓ પણ આ ફરિયાદ મળી છે ત્યારે હવે કંપનીએ આ અંગે ગંભીરતા દાખવીને કેટલાક શંકાસ્પદ એકાઉન્ટ બંધ કરવાનું શરૂ કર્યું છે ,ઇજિપ્ત આર્મેનિયા જેવા કેટલાક દેશો અને ચીનની કંપનીઓમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે ,ચીન મિયાનમાર અને હોનકોંગ ની કેટલીક કંપનીઓ ને મેટા ઓબઝર્વેશન લીધી છે.