- તેમના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિંદા સંબંધિત કેસમાં આરોપ મૂકવામાં આવતા ફટકારત મૃત્યુદંડની સજા
ફેસબુકના માર્ક ઝુકરબર્ગે પાકિસ્તાન અંગે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. જેમાં તાજેતરના પોડકાસ્ટ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે સંકળાયેલા પડકારો પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ઝુકરબર્ગે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને તેમની સાથે સંકળાયેલા પડકારો વિશે ચર્ચા કરતી વખતે, તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો. ઝુકરબર્ગે પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે પાકિસ્તાનમાં તેમને મૃત્યુદંડની સજા કેવી રીતે થઈ શકે છે. ઝુકરબર્ગે કહ્યું કે તેમના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિંદા સંબંધિત કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને લગભગ મૃત્યુદંડની સજા થઈ શકી હોત.
ઝુકરબર્ગે પોડકાસ્ટર જો રોગન સાથેની મુલાકાત દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે આવતા સામાજિક પડકારોની ચર્ચા કરી. તેમણે કહ્યું, “વિવિધ દેશોમાં એવા કાયદા છે જેની સાથે આપણે અસંમત હોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે, એક સમય હતો જ્યારે પાકિસ્તાનમાં કોઈએ મને મૃત્યુદંડ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ ફેસબુક પર મુસ્લિમ ધર્મ સાથે સંબંધિત અપમાનજનક તસવીર પોસ્ટ કરી હતી. કોઈએ કહ્યું હતું કે આ આપણી સંસ્કૃતિમાં નિંદા છે. તેઓએ મારી સામે કેસ દાખલ કર્યો અને કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ.” આ સાથે ઝુકરબર્ગે વધુ હસીને કહ્યું, “પણ હું પાકિસ્તાન જવાનો વિચાર કરી રહ્યો નથી. તો ચિંતા કરવાની કોઈ વાત નથી.”