ફેસબુકની સેલ્ફ વેરીફીકેશન સિસ્ટમથી ઓટોમેટીક ચેકીંગ થશે
સોશ્યિલ મીડીયા જાયન્ટ ફેસબુક ડેટા ચોરીમાં ફંસાયા બાદ હજુ પણ બાઝ આવ્યુ નથી. આગામી લોકસભાની ચુંટણીમાં પગ રાખવા ફેસબુકે ફેક ન્યુઝ ઉપર પ્રતિબંધ મોકવાની ઓફર કરી છે. ફેસબુકના ગ્લોબલ મેનેજર કાતી હરબાર્થે જણાવ્યું હતું કે તેઓ ખુદ ચુંટણી દરમ્યાન ફેલાતા ખોટા સમાચારોને રોકવા કેમ્પેઇન ખોટા સમાચારોને રોકવા કેમ્પેઇન ચલાવશે અને ફાસ્ટ ચેક દ્વારા વોલ્યુનટરીંગ પણ કરશે.
ન્યુઝને કઇ રીતે ફોરવર્ડ થતા અટકાવવા તેની સલાહ સુચના આપશે. સુત્રોના આધારે ફેસબુકે જણાવ્યું કે તેઓ સેલ્ફ વેરીફીકેશન સિસ્ટમ બનાવી રહ્યા છે. જે ફેક ન્યુઝનું ઓટોમેટીક ચેકીંગ કરશે. જયારે નકકી થાય છે કે ફેસબુક પર ચડેલા સમાચાર ખોટા છે. સોશિયલ મીડીયા જાયન્ટ તેને પાછી ખેંચી શકે છે.
ત્યારે ઇલેકશન કમિશનનું પણ માનવું છે કે ખોટા સમાચારોને રોકવા ફેસબુક મદદરુપ થશે. ફેસબુક ઉપરાંત ટવીટર પણ આ વાતને ગંભીરતાથી લેશે.