ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ અને ફેસબુકને સંભાળતા હતા ક્રિશ કોક્ષ
વિશ્વમાં ફેસબુક સોશીયલ મીડિયા સાઈટ પરનું ખુબજ મહત્વપૂર્ણ યોગદાન રહેલુ છે. તેમાં પણ કહી શકાય કે ફેસબુકના જે પાયામાં જે વ્યક્તિ છે તે માર્ક ઝુકરબર્ગ તો ઠીક તેની સાથેના ક્રિશ કોક્ષનું નામ પણ અગ્ર હરોળમાં આવતું હોય છે. મહત્વની વાત એ છે કે, ફેસબુકના સીઈઓ ક્રિશ કોક્ષ ફેસબુકમાંથી નીકળી રહ્યાં છે.
આ વાતથી વિશ્વઆખુ ચિંતીત અને આશ્ર્ચર્યચક્તિ થઈ ગયું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે.ક્રિશ કોક્ષ વિશે વાત કરવામાં આવે તો ફેસબુક દ્વારા હેન્ડલ થતાં ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ અને ખુદ ફેસબુક કે જેના વિશ્વઆખામાં ૨.૭ બીલીયન યુઝરો છે તેને ક્રિશ કોક્ષ દ્વારા હેન્ડલ કરવામાં આવતો હતો. ત્યારે ક્રિશ કોક્ષ દ્વારા તેની પોસ્ટ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૩ વર્ષ બાદ જયારે તેઓ ફેસબુકમાંથી છુટા થઈ રહ્યાં છે.
તે ખુબજ દુ:ખની વાત છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ જયારે ૨૩ વર્ષની વયના હતા ત્યારથી તેઓ ફેસબુક સાથે સંકળાઈ ગયા હતા જે તેમના જીવનનો ખૂબજ અમુલ્ય અને આનંદ દાયક સમયગાળો રહ્યો છે. તે કયાં કારણોસર ફેસબુક છોડી રહ્યાં છે તે વિષય પર સહેજ પણ પ્રકાશ પાડયો ન હતો. ત્યારે ઝુકરબર્ગે પણ તેના બ્લોગ પોસ્ટ પર લખતા જણાવ્યું હતું કે, ક્રોક્ષ દ્વારા અનેકવાર ફેસબુક છોડવાની વાત કરી હતી. પરંતુ ફેસબુક જે સમય દરમિયાન પોતાના અસ્તિત્વને ટકાવવા ઝઝુમી રહ્યું હતું ત્યારે ક્રોક્ષ દ્વારા નકકી કરવામાં આવ્યું હતું કે, ફેસબુકને નિયત સ્થાન પર પહોંચાડયા બાદ તે ફેસબુકમાંથી રજા લેશે.
વિદ્યાર્થીઓને ફેસબુકથી દૂર રહેવા ફેસબુકના વડાની સલાહ
વોટ્સએપ એપ્લીકેશન કે જે હવે ફેસબુકને આધીન રહી છે તેના કો-ફાઉન્ડર બ્રાઈન એકટન દ્વારા વિદ્યાર્થીઓને ફેસબુકથી દૂર રહેવા અને ફેસબુક એકાઉન્ટને બંધ કરવાની માંગ કરી હતી. વધુમાં બ્રાઈન એકટને જણાવતા કહ્યું હતું કે, વોટ્સએપના જે તમામ રાઈટ્સ જે ફેસબુકને સોંપવામાં આવ્યા તે ખૂબજ ખોટો નિર્ણય સાબીત થયો છે. કારણ કે, વોટ્સએપ વાપરતા તમામ ગ્રાહકોની પ્રાયવસી વિશે ફેસબૂકને પૂર્ણત: જાણ થતાં ઘણીવાર તેનો દૂર ઉપયોગ થતો જોવા મળે છે તે ખૂબજ મોટી ભુલ તેમના દ્વારા કરવામાં આવી છે.
એટલે જે સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેના ફેસબુક એકાઉન્ટ ડીલીટ કરવા માટેની માંગ પણ કરી છે. ઓસ્ટ્રેલીયા ખાતે આવેલા એલોરા ઈસરાની યુનિવર્સિટી ખાતે પોતાનું વ્યાખ્યાન આપતા તેઓએ આ અંગેની માહિતી પૂરી પાડી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વોટ્સએપે સમગ્ર પાવરો ફેસબુકને આપી દેતા ખૂબજ મોટી ભુલ કરી છે. ફેસબુક દ્વારા વોટ્સએપને ૨૦૧૪માં ૨૨ બીલીયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, વોટ્સએપના કામ કરતા તેમના ૫૦ લોકો વિશે પણ તેઓએ કાળજી લેવી પડશે. સાથો સાથ વોટ્સએપમાં રોકાણકારો અને સ્ટેક હોલ્ડરો વિશે પણ તેઓએ વિચાર કરવો પડશે કારણ કે આ તમામ લોકોએ તેમના પર ભરોસો દાખવ્યો હતો.