ફેસબુક તેના લાઈવ સ્ટ્રીમિંગ ફીચર સાથે જોડાયેલા નિયમોને સખ્ત કરશે.15 માર્ચે ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની 2 મસ્જિદોમાં એકત્રિત થયેલા લોક પર ફાયરિંગ કરીને હુમલાખોરે 50 લોકોને મારી નાખ્યા હતા. હુમલાખોરે ઘટનાને ફેસબુક પર લાઈવ કરી હતી.
ફેસબુક આવા લોકોને બેન કરવા પર વિચાર કરી રહ્યું છે, જે પહેલા ફેસબુક લાઈવના નિયમોનું ઉલ્લંઘન કરી ચૂક્યા છે. ફેસબુક સોફ્ટવેર ઈમ્પ્રુવમેન્ટ દ્વારા એવી ટેકનીકની શોધ કરી રહ્યું છે, જેનાથી હિંસક વિડિયો અને તસ્વીરોના એડિટેડ વર્ઝનની તરત જ જાણકારી મેળવી શકાય અને તેને શેર કે રી-પોસ્ટ કરવાથી રોકી શકાય.
સેન્ડબર્ગનું કહેવું છે કે અમે ઘણાં પગલા ભરી રહ્યાં છે. ફેસબુક લાઈવ ઉપયોગ કરવાના નિયમો સખ્ત કરવામાં આવી રહ્યાં છે. અમારા પ્લેટફોર્મ દ્વારા નફરત ફેલાવવાના મામલાને રોકવા માટે વધુ ફેરફાર કરવામાં આવી રહ્યાં છે.