પ્રાથમીક ધોરણે સબસ્ક્રાઇબ કરી શકાય તેવી સમાચારોની પ્રોડકટ લોન્ચ કરશે
અઠવાડિયા અગાઉ અમેરિકાની ૨૦૦૦ જેટલા મીડીયા પ્રકાશકોની એક બેઠક મળી હતી જેમાં જાહેરખબર જેમ ફેસબુક પર ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા વેચાતા સમાચારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રાયોગિક ધોરણે ફેસબુક દ્વારા સબસ્ક્રીપ્શન આધારીત સમાચારો માટે પ્રોડકટ લોન્ચ કરવામાં આવશે.
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં મળેલી આ બેઠકમાં ઘણાં બધ અખબારો અને ડિઝીટલ મીડિયાના પ્રકાશકો દ્વારા સબસ્ક્રીપ્શન કરી સમાચારો માટે ફેસબુકને નાણા ચુકવવાના રહેશે. તેવી ચર્ચા થઇ હતી. એવું આ બેઠકમાં ઉ૫સ્થિત બ્રાઉને જણાવ્યું હતું કે આ રીતે નાણા ચુકવી અને સારા સમાચારો માટે આયોજન કરવા ચર્ચા થઇ હતી. ફેસબુક દ્વારા આ રીતના પ્રીમયમ ઓફર દ્વારા વાચકો વધારશે જે ૧૦ લેખો વાચ્યા બાદ સબસ્ક્રાઇબર બની જશે. એવું બ્રાઉને જણાવ્યું હતું. મીડીયા રીપોર્ટ જણાવે છે કે આ માટે ફેસબુક ચોકકસ પ્રકારના પ્રકાશકો જેવા કે ન્યુયોર્ક ટાઇમ્સ, વોલસ્ટ્રીટજર્નલ અને ઇકોનોમિસ્ટના પસંદ કરેલા લેખોને મફતમાં છાપશે અને પછી તેને વેચાણમાં પરિવર્તિત કરાશે. ફેસબુક તેના માટે એવા પ્રકાશકો ઇચ્છે છે કે વાચકોનો રસ વધારે સારી રીતે જણે છે.
જેના પગલે લોકો ફેસબુકના માઘ્યમથી તાજા લેખો મેળવી શકશે અને ઘણાં બધા પ્રકાશકોનો ફ્રીમીયમ મોડલ દ્વારા પૈસા વસુલ કરશે.
ન્યુઝ મીડીયા એલાઇન્સમાં અમેરીકાન ૨૦૦૦ થી વધુ સ્થાનિક અને રાષ્ટ્રીય અખબારોના પ્રતિનિધિઓ મળ્યા હતા જેમાં ન્યુયોર્ક ટાઇમ્સ, વોલસ્ટ્રીટ જર્નલ, વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ ઓફર દ્વારા કાર્ય કરવા રસ દાખવ્યો હતો.
જયારે આ બેઠકમાં ન્યુઝ ઇન્ડિયા એલાઇન્સના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ પોલ બોયલે જણાવ્યું હતું કે અમે આ બાબતને ગુગલ અને ફેસબુકના નવા વિચારનો વિરોધ નથી કરતાં પરંતુ આ રીતે બિઝનેસ મોડલને નવો આયામ આપવા માગીએ છીએ. અખબારો તેમના લેખોને સોશિયલ મીડીયા પર શેર કરીને તેમને પણ કમાણીનો નાનો હિસ્સો તેમને પણ કમાવવાનો મોકો આપીશું.
પરંતુ ફેસબુક વાચકને પ્રકાશકની વેબસાઇડ ખોલવાની મંજુરી નહી આપે તેમજ તે વાચક પાસેથી વેબસાઇટ માટે નાણા નહીં લે એવું તેમણે ઉમેર્યુ હતું. હજુ નાણા કઇ રીતે લેવા તે નિશ્ર્ચિત નથી પરંતુ ફેસબુક તેમના સબસ્ક્રાઇબરો પાસેથી વેચાણ દ્વારા નાણા ઇચ્છી રહ્યું છે.
મીડીયા રીપોર્ટના જણાવ્યા પ્રમાણે ફેસબુક અને ગુગલ ડીઝીટલ એડવર્ટાઇઝીંગ ઇન્ડસ્ટ્રીમાં ૨/૩ ભાગ ધરાવે છે. અને અખબારોના ૧૬ અબજ ડોલરનો નાનકડો ભાગ છે તે નકારી શકાતુ નથી.