પાછલા મહિને વ્હોટ્સએપ દ્વારા વેરિફાઇડ પ્રોફાઇલ અને અન્ય બિઝનેસ સંબધિત ફિચરના ટેસ્ટિંગ કરાયા હોવાના સામાચાર સામે આવ્યા હતા. જાણકારી મળી હતી કે આ ફીચરની ટેસ્ટિંગ વિંડોઝ ફોન એપના બીટા વર્ઝન પર થઇ રહી છે. હવે કંપનીએ જાહેરાત કરી છે કે વેરિફાઇડ બિઝનેસ અકાઉન્ટ એપમાં રજુ કરશે. જેનાથી યુઝરને બિઝનેસ હાઉસ સાથે સં૫ર્ક કરવામાં સુવિધા રહેશે.
કંપનીએ એક પોસ્ટમાં જણાવ્યું કે, વ્હોટ્સએપ તમને એ પણ જણાવશે કે તમારે આ બિઝનેસ હાઉસ સાથે ક્યારે વાત કરવાની છે. આ જાણકારી પીળા રંગના મેસેજ દ્વારા અપાશે. આ મેસેજને ચેટ દ્વારા ડિલિટ નહી કરી શકાય.
કોન્ટેક્ટ બ્લોક પણ કરી શકાશે.
જો તમારી પાસે બિઝનેસનો ફોન નંબર સ્ટોર નહી હોય તો તમને બિઝનેસ હાઉસનો નંબર એ નામથી દેખાશે જેનાથી તે એપમાં વેરિફાય કરવામાં આવ્યો છે. જો તમે ઇચ્છતા હોય કે બિઝનેસ હાઉસ તમને પરેશાન ન કરે તો તમે કોન્ટેક્ટ બ્લોક પણ કરી શકશો. કંપનીએ જણાવ્યું કે અત્યારે આ ફીચર પાયલોટ પ્રોેજેક્ટનો એક ભાગ છે. અત્યારે થોડાક જ બિઝનેસ હાઉસ તેનો ઉપયોગ કરી શકાશે.
નવા અપડેટ્સ સંબંધિત પ્રશ્નોના જવાબમાં વ્હોટ્સએપ દ્વારા જણાવ્યુ હતું કે કેટલાક બિઝનેસ અકાઉન્ટ્સને વ્હોટ્સએપ પર વેરિફાય કરી દેવાય છે. જો તમે કોઇ કોન્ટેક્ટની બાજુમાં લીલારંગના બે જ સાથે વ્હાઇટ ટિક માર્ક જુઓ તો સમજી લો કે બિઝનેસ પ્રોફાઇલ વેરફાય કરી દેવાયું છે.