પશ્ચિમી તટ સ્થિત ચિલાઉમાં મુસ્લિમ નાગરિકને માર્યો, તેની દુકાન પર પથ્થરો ફેંક્યા

ચિલાઉ વિસ્તારમાં એક ફેસબુક પોસ્ટ પર શરૂ થયેલાં વિવાદ પછી સ્થાનિક લોકોએ ત્રણ મસ્જિદ અને મુસ્લિમ નાગરિકની દુકાનો પર હુમલાઓ કર્યા હતા. આ ઘટના પછી સરકારે ફેસબુક, વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા સાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે પણ આ ઘટના પછી વિસ્તારમાં સોમવાર સવાર સુધી કરફ્યૂ લગાવી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પથ્થરમારો કર્યો તે પહેલાં એક વ્યક્તિની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.

શ્રીલંકામાં ૨૧ એપ્રિલે ઇસ્ટરના દિવસે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા જેમાં ૨૫૧ લોકો માર્યા ગયા હતા. મુસ્લિમોનું કહેવું છે કે આ ઘટના પછી તેઓને દેશભરમાં તેમના લોકોને હેરાન કરવાની ફરિયાદો મળી રહી છે. તો શ્રીલંકા પોલીસ પ્રવકતા રુવાન ગુણશેખરે કહ્યું કે- ભડકાઉ ફેસબુક પોસ્ટ લખનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ફેસબુક પોસ્ટમાં લખ્યું – વધારે ના હસો, એક દિવસ તમે રડશો.  ન્યૂઝ એજન્સીએ એક ફેસબુક પોસ્ટના આધારે જણાવ્યું કે, આ પોસ્ટ પર વિવાદ થયા બાદ જ મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો છે. પોસ્ટમાં કોમેન્ટ લખી હતી કે, અમને કોઇ રડાવી નહીં શકે. આ પોસ્ટ પર અબ્દુલ હમીદ મોહમ્મદ હસમર નામના વ્યક્તિએ જવાબ આપ્યો, વધારે ના હસો, એક દિવસ તમે રડશો. બે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે, ૩૮ વર્ષીય હસમરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ખ્રિસ્તી બહુમતી ચિલાઉમાં પોસ્ટને ધમકી સમજવામાં આવી

સ્થાનિક નાગરિકોએ કહ્યું કે, ચિલાઉ ખ્રિસ્તી બહુમતી વિસ્તાર છે અને હમસરની આ પોસ્ટને અહીં ધમકી તરીકે જોવામાં આવે છે. આ પોસ્ટ બાદ ઉગ્ર ભીડે તેની સાથે મારપીટ કરી. ત્યારબાદ ભીડે ત્રણ મસ્જિદ અને મુસ્લિમ નાગરિકની દુકાન પર પથ્થરમારો કર્યો. આ દુકાન હમસરની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક મુસ્લિમ નાગરિકે કહ્યું કે, હાલ સ્થિતિ કાબૂમાં છે, પરંતુ અમારાં મનમાં ડર બેસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.