સોશિયલ મીડિયાના જાયન્ટ કંપની ફેસબુકે સોમવારે જણાવ્યું હતું કે, તેણે ભૂતપૂર્વ હોટસ્ટારના એક્ઝિક્યુટિવ અજિત મોહનને તેના ભારતના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
આ ફેસબુક ભારત માટેનું એક સ્ટેપ્સ છે,અજિત આગામી વર્ષના પ્રારંભમાં ફેસબુક ઇન્ડિયામાં જોડાશે, ફેસબુકની ભારતની વ્યૂહરચના માટે અને ભારતમાથી વધુમાં વધુ બિઝનેસ કેવીરીતે લાવવો તેની જવાબદારી સોપવામાં આવશે.મોહન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટારથી ફેસબુકમાં જોડાય છે, જ્યાં તેઓ સીઈઓ હતા.
ગયા વર્ષે ઓક્ટોબરમાં, ઉમંગ બેદી ભારતના મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી ફ્રી થયા. તેમની અગાઉની ભૂમિકામાં અજિત મોહનએ ભારતમાં હોટસ્ટાર પ્લેટફોર્મ લોંચ કર્યું હતું અને તેનું નિર્માણ કર્યું હતું.