યુઝર્સ ક્યાં ફરવા ગયા હતા તે ડિટેલ્સ પણ ચોરી
સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે, હેકર્સે 2.9 કરોડ યુઝર્સના ફેસબુક એકાઉન્ટના ડેટા લીક કર્યા છે. ફેસબુકે આ રિપોર્ટ 5 કરોડ યુઝર્સના એકાઉન્ટ હેક થયાનો ખુલાસો કર્યા પછી જાહેર કર્યો હતો.
ફેસબુકે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, હેકર્સે 5 કરોડ યુઝર્સના એકાઉન્ટ હેક કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી પ્રભાવિત થયેલા FB એકાઉન્ટ્સની ડિટેલ પણ માંગવામાં આવી હતી.સોશિયલ નેટવર્કિંગ પ્લેટફર્મ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, હેકર્સે અંદાજે 1.5 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સની ચોરી કરી હતી. તે સિવાય 1.4 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સ સિવાય તેમની પ્રોફાઈલ સાથે જોડાયેલી માહિતી પણ હેક કરવામાં આવી હતી.