આજના સમયમાં, દરેક પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરવા માંગે છે. આ માટે, તે ઘણાં પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, એવામાં હવે ફેસબુકે આવા જ ડેટિંગ એપને ટક્કર આપવા માટે પોતાની એપ લઈને આવી રહ્યું છે. Facebook Sparked નામની Dating App લેન્ચ કરવા જઇ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપને એક્સેસ કરવું એક મોટો પડકાર છે. ફેસબુક આ એપ વિશે દાવો કરે છે કે આ નવી એપ અન્ય તમામ ડેટિંગ એપ્સથી અલગ હશે.

તમે કોને ડેટ કરવા માંગો છો તે જણાવવુ પડશે

સુપરફાસ્ટ વીડિયોમાં તમારે તમારા વિશે બતાવવું પડશે. આ સાથે, તમારે તે પણ કહેવું પડશે કે,તમે ડેટ પર કોને લેવા માંગો છો. આમાં તમારી પાસે મેલ, ફીમેલ અને ટ્રાન્સજેન્ડરનો ઓપ્શન હશે.

વીડિયોની તપાસ કરશે ફેસબુક

જ્યારે તમે વીડિયો અપલોડ કરો તો ફેસબુકની ટીમ તેની તપાસ કરશે. જે બાદ તમને આ ડેટિંગ એપનું એક્સેસ મળશે.

ડેટિંગ એપનો ઉપયોગ એક બીજાને જોડાવા માટે કરવામાં આવશે

ડેટિંગ એપને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપનો ઉપયોગ ફક્ત એક બીજાને જોડવા માટે થઈ શકે છે. એકવાર મેચ થઈ જાય પછી, ફેસબુક બંને યુઝર્સને Instagram, iMessage અથવા ઇમેઇલ દ્વારા કનેક્ટ થવાની તક આપશે.

ફેસબુકે અમેરિકા અને યુરોપમાં એપ લોન્ચ કરી

ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા ફેસબુકે અમેરિકા અને યુરોપ માટે એક ખાસ ડેટિંગ એપ લોન્ચ કરી હતી. Facebook Dating નામની આ એપને OkCupid, Bumble અને Tinder જેવી ડેટિંગ એપને ટક્કર આપવા સાથે સ્પર્ધા કરવા માટે શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.