રાજનૈતિક પાર્ટીઓનાં એકાઉન્ટ મેનેજમેન્ટ માટે સાયબર સિકયોરીટી ગાઈડલાઈન જાહેર કરાઈ.
સોશિયલ મીડીયા જાયન્ટ ફેસબુક ડેટાચોરી કેસમાં ફસાયા બાદ હવે ભારતીય નેતાઓને સાયબર થ્રીટથી બચાવવા ઈ-મેઈલ હોટલાઈન સર્વીસ લોન્ચ કરી છે. ફેસબુક હાલ ચૂંટણીની પ્રામાણીકતા વધારવાના પ્રયાસો પર જોર પકડી રહ્યું છે
સાયબર સુરક્ષાના ભાગરૂપે આઈટી વિભાગ અને યુનિયન મિનિસ્ટ્રી ઈલેકટ્રોનીક કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈયાર કરશે. આ ઉપરાંત ફેસબુકે રાજનૈતિક પાર્ટીઓનાં એકાઉન્ટ માટે સાયબર સિકયોરીટી ગાઈડ પણ જાહેર કરી છે. જેમાં ટુ ફેકટર ઓથેન્ટીકેશન તમામ લિંકો પર કિલક ન કરવું તેમજ અન્ય માર્ગદર્શિકા આપવામાં આવી છે.
કંપનીના કો-ફાઉન્ડર માર્ચ ઝુકરબર્ગે યુનિયન ગર્વનમેન્ટને ગ્રાહકોની સુરક્ષા અંગે પ્રશ્ર્નો કર્યા અને ચૂંટણીની પ્રામાણીકતા વધારવાના સૂચનો આપ્યા હતા.
જાહેર કરાયેલી ગાઈડ લાઈનથી નેતાઓએ પોતાની પાર્ટીના એકાઉન્ટને સુરક્ષીત કઈ રીતે રાખવા તેમજ ખોટાઈ-મેઈલથી કઈ રીતે બચવું તે અંગે જાણકારી આપી છે.
આ ઉપરાંત ફેસબુક શિક્ષણ, કૃષિ જેવા ક્ષેત્રોમાં શું થઈ રહ્યું છે તે જાણવા માટેની ડાયનેમિક ડિઝાઈન પણ બનાવશે ગડબડ ગોટાળા કર્યા બાદ હવે ફેસબુકે તમામ વસ્તુઓને સુધારવાની તૈયારી બતાવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com