Facebookએ CleanMax Enviro Energy Solutions(CEES)સાથે મળીને એક પ્રોજેક્ટનું નિર્માણ કરશે. જે પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ્ય ભારતમાં 100% નવીનીકરણીયથી ઉર્જા મેળવા તરફ આગળ વધવાનો છે. કરાર હેઠળ, ફેસબુક અને CleanMax હવા અને સૌર પ્રોજેક્ટ્સના પોર્ટફોલિયોને એકઠા કરશે, જે ભારતના ઇલેક્ટ્રિકલ ગ્રીડને નવીનીકરણીય ઉર્જા સપ્લાય કરશે. ગુરુવારે બહાર પડેલા એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે, “આ પ્રોજેક્ટ ભારતના એ બધા રાજ્યોમાં શરૂ કરવામાં આવશે જ્યાં સોશિયલ નેટવર્કિંગ કંપની સુવિધાઓ હાજર છે.”
પ્રથમ પ્રોજેક્ટ કર્ણાટકમાં
એહવાલ જણાવ્યા મુજબ, ” જે રીતે કરાર થયા તે મુજબ 32 મેગાવોટનો વાયુ પ્રોજેક્ટ સૌપ્રથમ કર્ણાટકમાં શરૂ કરવામાં આવ્યો. જેનું પૂરું સંચાલન CleanMax કરશે, Facebook તેને લાંબા સમય સુધી સહાય કરશે. આ સાથે કંપની ભવિષ્યના થોડા જ વર્ષોમાં 100% પર્યાવરણ એટ્રિબ્યુટ સિર્ટીફીકેટ(EACs) મેળવા માટે સક્ષમ થઈ જાશે.”
Facebookમાં નવીનીકરણીય ઉર્જાના વડા, ઉર્વી પારેખે કહ્યું, “અમે આ મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરવામાં ઉત્સાહિત છીએ, જે ભારત સહિતના ક્ષેત્રો અમારા આ 100% નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટને સક્ષમ અને સફળ બનાવવામાં મદદ કરશે. Facebook તેની કામગીરીના તમામ પાસાઓમાં ઉચ્ચ સ્તરના પર્યાવરણીય સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.”