– ફેસબુકે ૧૨૫ નવા ઇમોજી લોન્ચ કર્યા છે. જેમાં અલગ-અલગ પ્રકારના ફેમિલી ટાઇપ, સ્ક્રિન ટોન અને વાળોના રંગ વાળા ઇમોજી આપવામાં આવ્યા છે. અહીં ઘઉ વર્ણા રંગથી લઇને વ્હાઇટ સુધી, દરેક સ્કિન ટોનવાળા પરિવારોને સ્થાન આપવામાં આવ્યું છે અમુક ઇમોજીમાં તો બે માતા અને પિતા પણ દર્શાવવામાં આવ્યા છે.
કેમ થઇ રહી છે. ટીકા :
– આ ઇમોજીમાં મિક્સ ફેમેલીના ઇમોજી નથી એટલે કે બ્લેક સ્કિન ટોનવાળી માતા અને વ્હાઇટ સ્કિન ટોનવાળા પિતા અથવા અલગ-અલગ સ્કિન ટોનવાળા બાળકોના ઇમોજી નથી. આપવામાં આવ્યા નવા ઇમોજીમાં દરેક પરિવારનો સ્કિન ટોન એક જેવો જ છે. ઇન્ટર રેસ ફેમિલીના ઇમોજી નથી આપવામાં આવ્યા આને કંપનની ભુલ માનવામાં આવે છે.
– જો કે ટેંક ક્રેચમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ પ્રકારના લોકોના પરિવારના ઇમોજી બનાવવા મુશ્કેલ છે. કારણકે તેમાં અનેક પ્રકાર હોઇ શકે છે. કોડ અને સપોર્ટ ન કરી શકે આમ છતા માઇક્રોસોફ્ટ ગયા વર્ષે ૫૨૦૦૦ ફેમિલી ઇમોજી કોમ્બિનેશન વિન્ડોઝ ૧૦ પર લોન્ચ કર્યા. જેમાં આવા અલગ-અલગ વર્ણના પરિવાર પણ શામેલ હતા.