યુઝર્સ ફેસબુકની સર્વિસીસને બ્રાઉઝર દ્વારા ઉપયોગમાં લઈ શકશે
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી મોબાઈલ એપ્લીકેશનો વીના આજના સમયમાં લોકોનો દિવસ ઉઘડતો નથી. ગુડ મોર્નિંગના મેસેજથી લઈ ગુડ નાઈટ સુધી સોશીયલ મીડિયા દ્વારા સતત ડિજીટલ લાઈફ સાથે જોડાયા છીએ. જો અચાનક સવારે તમારા ફોનમાંથી આ બધી જ એપ્લીકેશન કાયમ માટે બંધ થઈ જાય તો ! આવું જ કાંઈક ૩૦મી એપ્રીલ સુધીમાં થનાર છે.
ફેસબુકે ૩૦મી એપ્રીલ સુધીમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર જેવી મોબાઈલ સર્વિસ એપને માઈક્રોસોફટ ફોનમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેની ખાતરી માઈક્રોસોફટના અધિકારીએ આપી. માઈક્રોસોફટના ફોનમાં થર્ડપાર્ટી એપ્લીકેશનો ભૂતકાળ બની જશે. જો કે, વોટ્સએપને લઈ હજુ સુધી કોઈપણ જાહેરાતો કરવામાં આવી નથી.
પરંતુ ત્યાં સુધી વિન્ડોઝ ફોન ૮.૧ અને વિન્ડોઝ ૧૦ મોબાઈલ વર્ઝનમાં વોટ્સએપ સપોર્ટ કરશે. ગુગલે તાજેતરમાં જ તેની સર્વિસ ગુગલ પ્લસ, ઈન્બોક્ષ બાય જીમેલ, અને ઓલો સર્વિસ બંધ કરી છે. ત્યારે ફેસબૂક પણ ગુગલના ચરણે વિન્ડોઝ મોબાઈલ સીસ્ટમમાં સોશીયલ મીડિયાની થર્ડ પાર્ટી એપ્લીકેશનને બંધ કરવા જઈ રહ્યું છે.