ફેસબુક દ્વારા ફેસબુક વપરાશકર્તાઓની માહિતી ચોરી બાયોમેટ્રીક મારફતે તેને ‘સ્ટોર’ કરવાની ફરિયાદ ઉઠવા પામી છે
હાલ સમગ્ર વિશ્ર્વમાં સોશ્યલ મીડીયાનો અતિરેક જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ લોકો ગંભીરતા પૂર્વક સહેજ પણ નથી કરી શકતા, જેના કારણોસર અનેક વિધ તકલીફશે અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ખરા લોકો તેની હદ પણ વટાવી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે, ત્યારે સરકારે સોશ્યલમીડીયાનો અતિરેક રોકવા માટે ઘણા ખરા પગલા લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ફેસબુક ઉપર પણ સંકટોનાં વાદળો ઘેરાયા છે, જેનું મુખ્ય કારણ એ છે કે ફેસબુકે તેના ફેસબુક વપરાશર્ક્તાઓને પૂછયા વગર તેમના ડેટાની ચોરી કરી છે. અને બાયોમેટ્રીક મારફતે તેને સ્ટોર પણ કરવામાં આવ્યા છે.આ અંગેની જાણ થતાની સાથે ફેસબુક ઉપર જાણે તવાઈ બોલવામાં આવી હોઈ તેવું લાગી રહ્યું છે. ફેસબુક દ્વારા કરવામાં આવેલી આ કામગીરી બદલ સરકારે તેના પર ૫૫૦ મીલીયન ડોલરનો દંડ ફટકાર્યો છે. જે ફેસબુકને ભરવાપાત્ર છે.
ફરિયાદોનાં આધારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે ફેસબુક દ વારા જે ‘ટેગ સ્જેશન’ ફીચર આપવામાં આવ્યું છે. તેના ઉપયોગથી ફેસબુકને ફેસબુક વપરાશકર્તા અને તેમના મીત્રોનાં ફોટો મળી શકે છે. જેની ચોરી કરતા ફેસબુકને દંડીત કરવામાં આવ્યું છે. ચોથો ત્રીમાસીક નફો ફેસબુક માટે સૌથી ઓછો હોવાનું સામે આવ્યું છે. ફેસબુકે આ સમયમાં માત્ર ૨૫ ટકાનો જ ગ્રોથ મેળવ્યો હતો કયાંકને કયાંક લોકો તથા સરકારના ભરોષામાં ઘટાડો થતા જાહેરખબરમાં ઘટાડો જોવા મળતા ફેસબુકની આવકમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. વિશ્ર્વ આખામાં ઓનલાઈન એડ માટે ફેસબુક બીજુ સૌથી મોટુ માધ્યમ છે. પરંતુ જે અવિશ્ર્વાસની લાગણી લોકો તથા ઉદ્યોગપતિઓમાં જોવા મળી છે. તેના જાહેરાત માટેનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો હોઈ, તે પરીપૂર્ણ થઈ શકતુ નથી જોવાની વાત એ છે કે જો આગામી સમયમાં ફેસબુક તેની વિશ્ર્વસનીયતા નહી કેળવી શકે, તો તેને ઘણી ખરી તકલીફો તથા નુકશાનીનો સામનો કરવો પડશે. હાલ ફેસબુકની સર્વિસમાં પણ ઘા ખરા પ્રશ્ર્નો ઉદભવીત થઈ રહ્યા છે. કંપનીનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આ પ્રકારની તકલીફો ૨૦૧૮નાં માધ્યમથી શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે.