સ્વિમિંગ પૂલમાં ફસાયેલી 61 વર્ષીય મહિલાને ફેસબુકના એક ગ્રુપ મેમ્બર બચાવી. મહિલાએ સોશ્યલ સાઇટ પર મદદ માટે મેસેજ લખ્યો હતો.
લેસ્લી કહન ગત શુક્રવારે સ્વિમિંગ પૂલમાં ફસાઇ ગઇ હતી, તે પૂલમાં સ્વિમિંગ કરવા માટે ગઇ અને પરત ફરતી વખતે જ્યારે તે પૂલની સીઢી પર ચડી તો તે તૂટી જતાં તે પાણીની અંદર ફસાઇ ગઇ અને પાણીમાંથી બહાર નીકળવાનો તેની પાસે કોઇ ઑપ્શન ન હતો. ત્યારબાદ કલાકો સુધી પ્રયત્ન કર્યા બાદ તેણે પૂલ પૉલની મદદથી એક ખુરશીને પોતાની તરફ ખેંચી, જેના પર તેનું iPad રાખવામાં આવ્યુ હતુ. કંઇક રીતે iPad પર પહોંચીને તેણે ફેસબુક પર તેના ગ્રુપના પેજ પર એક મેસેજ લખ્યો કે, હું જલ્દીથી જલ્દી લોકોનું ધ્યાન મારી તરફ ખેંચવા માંગું છું ફેસબુક પર પણ મેસેજ લખ્યો.
આ મેસેજ તેના પડોશીએ જોયો અને ત્યારબાદ તેણે પુલમાંથી નીકાળવામાં આવી હતી. કહનને બચાવ્યા બાદ ફેસબુકના બાકીના મેમ્બર્સને સૂચના આપી કે,તે સુરક્ષિત છે.