ફેસબૂક પ્લેટફોર્મ પર થતા ખોટા મેસેજ થકી ફેલાતી ઘૃણાને રોકવા ફેસબૂકે એક્ટિવિસ્ટ અને જર્નાલિસ્ટને ઈનવોલ્યુન્ટરી કેટેગરીમાં મુક્યા

 

અબતક, નવી દિલ્હી

સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને નિયંત્રિત કરવા સરકાર પગલાં લઈ રહી છે તો આ સાથે સોશિયલ મીડિયા કંપનીઓ પણ સરકારે લાલ આંખ કરતા કડક પગલાંઓ ભરી રહી છે. ત્યારે ફેસબુકે આ તરફ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ફેસબુક હવે સામાજિક કાર્યકર્તા અને પત્રકારોને અનૈચ્છિક જાહેર વ્યક્તિઓની શ્રેણીમાં  ગણશે. તેથી આ જૂથોને લક્ષ્યમાં રાખીને સતામણી અને ગુંડાગીરી સામે તેઓને રક્ષણ મળશે. ફેસબુકના વૈશ્વિક સુરક્ષા વડાએ આ માહિતી આપી છે.

સોશિયલ મીડિયા કંપનીઓ કે જેના પ્લેટફોર્મ પર અન્ય વ્યક્તિઓની સરખામણીમાં જે કોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેવા વ્યક્તિઓ વધુ ટીકા અને ટિપ્પણીનો ભોગ બને છે. ત્યારે હવે ફેસબુક કંપની પત્રકારો અને માનવાધિકાર સંરક્ષકો ની સતામણી પર પોતાનો અભિગમ બદલી રહી છે. અને આવા લોકોને આવી ટિપ્પણીઓથી બચાવવા ઈનવોલ્યુનટરી કેટેગરીમાં નાખશે. કે જેથી કરીને ટિપ્પણીકર્તા યુઝર્સને સરળતાથી શોધી તેમને અટકાવી શકાય.

ફેસબુક, જે લગભગ 2.8 અબજ માસિક સક્રિય વપરાશકર્તાઓ ધરાવે છે. ફેસબુક પર થયેલી પોસ્ટ, ક્ધટેન્ટ કે કમેન્ટ સહિતની કરેલી સામગ્રી સાથે કેવી રીતે વર્તે છે તે પર કંપની નજર રાખી રહી છે. તાજેતરમાં કંપનીની નસ્ત્રક્રોસ ચેકસ્ત્રસ્ત્ર સિસ્ટમ, જે વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે કેટલાક હાઇ પ્રોફાઇલ વપરાશકર્તાઓને સામાન્ય ફેસબુક નિયમોમાંથી મુક્તિ આપવાની અસર છે, તે ચર્ચામાં રહી છે. ફેસબુકના ગ્લોબલ હેડ ઓફ સેફ્ટી એન્ટિગોન ડેવિસે જણાવ્યું કે કંપનીઓ પોસ્ટ, ક્ધટેન્ટ, કમેન્ટના માધ્યમથી થતા શાબ્દિક હુમલાના પ્રકારો પર પણ વિસ્તૃત વિશ્લેષણ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.