ફેસબુકે લાઈવ સ્ટ્રીમિંગ હિંસા રોકવા માટે એક અગત્યનો નિર્ણય લીધો છે.કંપનીએ ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ પર થયેલા હુમલા બાદ આ નિર્ણય લીધો. ફેસબુકના ‘ઇન્ટીગ્રિટી’ વાઇસ પ્રેસિડન્ટ રોસેને કહ્યું કે, જે લોકોએ નિયમ તોડ્યા છે, તેમની ઉપર ફેસબુકનું લાઈવ સ્ટ્રીમિંગ ફીચરના ઉપયોગ પર પ્રતિબંધ મુકાશે. એટલે કે યુઝર હવે ફેસબુકની વોલ પર હિંસાને લગતા કોઈ વીડિયોનું લાઈવ સ્ટ્રીમિંગ નહીં કરી શકે.
વન સ્ટ્રાઇક પૉલીસી
ન્યૂ ઝીલેન્ડમાં ક્રાઈસ્ટ ચર્ચના આતંકી હુમલાનું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક પર કરવામાં આવ્યું હતું.આ વીડિયોને ઘણા યુઝરે શેર પણ કર્યો હતો. લોકો ફેસબુક પર નફરત કે હિંસા ફેલાવવાના કામ ન કરે તે માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. આ માટે અમે વન સ્ટ્રાઇક પૉલીસી લાગુ કરી છે. આ પોલિસીમાં જણાવેલ નિયમોનું જો યુઝર ઉલ્લંઘન કરે છે તો, તેનું એકાઉન્ટ કે ફીચર પર પ્રતિબંધ મુકવામાં આવશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
ફેસબુક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં નફરત ફેલાવનારા ગ્રુપની ઓળખાણ કરીને ફેસબુક પરથી એકાઉન્ટ દૂર કરી રહી છે. આ પ્રતિબંધ આવતા અઠવાડિયાંથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એ બંને એપમાં લાગુ પડશે. ફેસબુક પર વીડિયો અને ફોટા વધારે ક્લિયર દેખાય તે માટે તેણે ત્રણ યુનિવર્સીટી પાસે પ્રસ્તાવ મૂક્યો છે. તેના માટે કંપની 75 લાખ ડોલર એટલે કે 51 કરોડ રૂપિયા ખર્ચી રહી છે.