સોશિયલ મીડિયાનો અત્યારે ઉપયોગ વધી રહ્યો છે તો સાથોસાથ સાયબર ગઠિયાઓનો ત્રાસ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રેમ્યા મોહનનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. ત્યારે સામાન્ય લોકોની સોશિયલ મીડિયામાં શુ સુરક્ષા હશે તે પણ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.

અગાઉ પણ અનેક આઈએએસ અધિકારીઓ સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે

સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર રાજ્યના નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટ રેમ્યા મોહનનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. તેઓએ લોકોને આ ફેસબુક એકાઉન્ટમાંથી કોઈ પણ માંગણી થાય તો ધ્યાને ન લેવાની અપીલ કરી છે. રેમ્યા મોહનએ મૂળ કેરળના છે. તેઓ રાજકોટ જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર છે. તેઓ 2007 બેચના આઈએએસ ઓફિસર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક આઈએએસ અધિકારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા છે. તાજેતરમાં જ રાજકોટ કલેકટર કચેરીના નાયબ મામલતદાર એમ.ડી.રાઠોડનું ફેસબુક એકાઉન્ટ પણ હેક થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.