ચહેરાની સુંદરતા વધારવા કરો બટાટાનો ઉપયોગ=ચહેરા પર ડાખ હટાવવા અને આંખોની નીચે ડાર્ક સર્કલ આછા કરવા માટે બટાટાનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. બટાટાનો રસ આંખોની આસપાસ લગાવવાથી આંખોનો સોજો ઓછો થઈ જાય છે. આવો, જાણીએ ચહેરાની સુંદરતા વધારવા અને ત્વચામાં ચમક લાવવા માટે ઘર પર કેવી રીતે બટાટાનું ફેસપેક તૈયાર કરી શકે છો.
બટાટા અને ઈંડાનું ફેસપેક=આ ફેસપેકને લગાવવાથી ચહેરો પરની કરચલી દૂર થાય છે. અડધા બટાટાના રસમાં એક ઈંડુાનો સફેદ ભાગ મિક્સ કરીલો. તેને ચહેરા અને ગળાના ભાગ પર 20 મિનિટ સુધી લગાવી રાખો. બાદમાં સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તમને તરત જ ફર્ક જોવા મળશે.
બટાટા અને હળદરનું ફેસપેક=બટાટા અને હળદરનું ફેસપેકના નિયમિત ઉપયોગથી ત્વચાનો રંગ નીખરવા લાગે છે. અડધા બટાટાને છૂંદીને તેમાં એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવીને અડધા કલાક માટે મુકી રાખો. બાદમાં ચહેરાને પાણીથી ધોઈ નાખો. આ ફેસપેકને અઠવાડિયામાં એકવાર જરૂર લગાવો.
બટાટા અને મુલતાની માટીનો ફેસપેક=તમારા ચહેરા પર ચમક લાવવાની સાથે જ ખીલવાળી ત્વચાનો સોજો ઓછો કરવામાં આ ફેસપેક મદદરૂપ થશે. આ ફેસપેકને બનાવવા માટે છાલ સાથે બટાટાની પેસ્ટ બનાવી લો અને તેમાં 3થી 4 ચમચી મુલ્તાની માટી અને થોડાક ટીપાં ગુલાબજળના મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને પોતાના ચહેરા અને ગળાના ભાગ પર 30 મિનિટ સુધી લગાવીને મુકી રાખો. આ તમારી સ્કીનને વધારે ચમકદાર બનાવી દેશે.
બટાટા-દૂધનું ફેસપેક=બટાટા અને દૂધનું ફેસપેક બનાવવા માટે બટાટાની છાલ ઉતારીને તેનો રસ નીકાળી લો અને તેમાં બે ચમચી દૂધ ઉમેરીને કોટનની મદદથી ચહેરા અને ગળાના ભાગે લગાવો. 20 મિનિટ બાદ તેને ધોઈ લો. અઠવાડિયામાં ત્રણવાર તેને લગાવવાથી ચહેરા પર તમને તફાવત જોવા મળશે.