આજે આ રમતસાવ વિસરાય ગઇ છે, પણ હજી થોડા દાયકા પહેલા જમી-પરવારીને ફળિયા કે ડેલીના ઉંબરે ટોળી જમાવીને બાળકો આ રમત રમતાં જોવા મળતા હતા. મા-બાપ સાથે પરિવાર પણ તેના જ્ઞાનમાં વધારો અને સુદેવોનું ઘડતર કરતાં હતા. પહેલા બાળકના સંર્વાગી વિકાસમાં મા-બાપ કરતાં દાદા-દાદી કે નાના-નાની વાતો ઘણી મહત્વની હતી. વિવિધ શેરી રમતોથી બાળકમાં ખેલદીલી અને ભાઇચારા જેવા ગુણોનું નિરૂપણ થતું હતું. બાળકોમાં સૌથી અગત્યની વાત તેની કલ્પના શકિતની ખીલવણી છે, બાળકને વાંચતા કે લખતા ન આવડતું હોવા છતાં તે કલ્પના શકિતના આધારે જોયેલું કે અનુભવેલું ક્રમ બઘ્ધ બોલે છે.

પ્રાચીનકાળથી દાદા-દાદી કે નાના-નાનીની વાતોને કારણે બાળકોમાં ઘણા સદ્ગુણોનું નિરૂપણ થતું: આજના બાળકોને શાળાને ઘરમાં રમત રમાડી વિકાસ કરવો જોઇએ

ઉખાણાં એટલે સામાન્ય રીતે પ્રશ્ર્નાવલી, તેને કવિતાની જેમ કે એકબીજા શબ્દો – વાકયોને જોડીને બનાવાય: બાળકોને તાર્કિક કસોટીનો આધાર મળે અને નવી વસ્તુ જાણવા મળે

સંગીત, ચિત્ર, રમત ગમત સાથે વિવિધ શેરી રમતો સાથે વાર્તા અને બાળગીતો પણ રસમય રીતે ગાતા અને તેમાં સમુહમાં ભાગ પણ લેતા હતા. આ બધાની સાથે ઉખાણા એ જમાનામાં બહુ પ્રચલિત હતા. બાળકોની ટોળી એકબીજાને ઉખાણાં પૂછીને જ્ઞાનમાં વધારો કરતાં હતાં. ઉખાણાંથી બાળકોમાં તર્કશકિત, વિચાર શકિત સાથેની ખીલવણી અને તેના જ્ઞાનમાં વધારો થતો હતો. આજે આપણે આપણી આસપાસ કે પર્યાવરણ ભણીએ છીએ તે એ જ માનામાં બાળકોને તેના સમોવડીયા પાસેથી મળી જતું હતું. જેને સારુ ગીત કે વાર્તા આવડતી તેની પાસે બાળકો અચુક વાર્તા કરાવતા કે ગીતો ગવડાવતા, કારણ કે મૂલ્યાંકનના સારા નરસા પાસાની તેને સમજ હતી.

ઘણી બધી આવી રમતોથી બાળક નવું શિખતો, સમજતો અને વિચારતો હતો, આવી જ વાત ઉખાણાની હતી જેનાથી તે પશુ-પંખી, પ્રાણીઓ, જેવી વિવિધ માહીતી મેળવતો હતો. આજે બાળકને ભણતો કરવાની વાત થાય છે, તો એ જમાનામાં આ બાબતે 100 ટકા લક્ષ્યાંક બાળક સિઘ્ધ કરી લેતો જ હતો. પ્રાચિનકાળથી દાદા-દાદી, નાના-નાની કે મા-બાપ પરિવાર પાસેથી વાતો સાંભળીને સમજીને ઘણું શીખતો હતો. વિવિધ પ્રકારની વાતો સાંભળીને તેનામાં ઘણા સદગુણોનું નિરૂપણ પણ થઇ જતું હતું. આજના યુગમાં બાળકોને શાળા અને ઘરમાં આવી રમતો રમાડીને તેનો વિકાસ કરી શકાય છે. બાળક જોઇને, સાંભળીન અને તેના જેવા નાના બાળકો પાસેથી સૌથી વધુ શિખતો હોવાથી આવું વાતાવરણ મા-બાપે પુરુ પાડવું જોઇએ. ત્યારે ટીવી મોબાઇલ જેવા ઉપકરણો ન હોવાથી ત્યારે મા-બાપ માટે સરળ હતું, પણ આજે આ વસ્તુ કરવી વધુ કઠિન છે.

ઉખાણા એટલે પ્રશ્ર્નાવળી, જેને તમે કવિતાની જેમ કે એક બીજા શબ્દો કે વાકય ગોઠવી બનાવી શકો છો. આને કારણે બાળકોને તાર્કિક કસોટીનો આધાર મળે અને નવી વસ્તુ જાણવા મળે છે. બાળકોમાં જીજ્ઞાસા વધુ હોવાથી તે પ્રશ્ર્નો વધારે કરે છે, કારણ કે તેને સતત નવું નવું જાણવું હોય છે. ઉખાણામાં જયારે પ્રશ્ર્ન પૂછવામાં આવે એટલે બાળકોને પ્રશ્ર્નોના આધારે જ્ઞાન મળે અને ગમ્મત પણ મળે છે. જ્ઞાન સાથે ગમ્મતનું આનંદમય ચિરંજીવી ગણાય છે. આપણાં ગુજરાતમાં તો ઘણા ઉખાણાં પ્રચલિત હતા, એને પહેલીયા પણ કહેવાય છે. એક ફિલ્મનો ડાયલોગ છે કે ‘પ્રહચાન કૌન’ આજ વાત ઉખાણાંની છે.

ઉખાણાના જવાબ માટે મગજની કસરત કરવી પડે છે. તે ટુકાને રસપ્રદ હોવાથી બાળકોને ઝડપથી યાદ રહી જતાં હોય છે, શાળામાં બાલસભામાં બાળકો અવશ્ય ઉખાણાં બોલતા હતા, જેમાં બાળકોનું મૂલ્યાંકન પણ થઇ જતુ હતું. વારંવાર બોલાતું ઉખાણાનો જવાબ  તો નિશાળ કે શેરીના બધા વિદ્યાર્થીને મોઢે થઇ જતું હતુઁ. બાળક પહેલા કોયડો વાંચે, સમજે, મગજ કસે પછી જ તેને સાચો જવાબ આવડતો હતો. ઘણીવાર બાળક જતે પણ નવા ઉખાણાં બનાવતા હતા. કોઇ નવું ઉખાણું પૂછાય ત્યારે બાળક તેનો જવાબ શોધવા ઘણી મહેનત કરતો અને જવાબ આવડી જાય એટલે મા-બાપને પણ પ્રશ્ર્ન પૂછતો હતો.

સમય પસાર કરવામાં એ જમાનામાં ઉખાણાંને બાળગીતો હાથ વગર હથિયાર ગણાતા હતા. ઘણા ઉખાણાનો ઉકેલ લાવવામાં ભલભલાને પરસેવો વળી જતો હોય, બુઘ્ધિશાળી કે આઇકયુની ટેસ્ટ પણ આમાં આવી જતી હતી. ઘણી ફિલ્મોમાં પણ એ જમાનામાં આવા ગીતો આવતા હતા. ‘ઇચ્ચક દાન’ આવું જ ગીત હતું. બીજો દાખલો ‘વો કૌન હે, વો કૌન હે, જો રૂઠ જાતી હૈ ?’  આવા ગીતોને ઉખાણા સંબંધ હતો. જુના જમાનામાં ક્ધયાઓ વરની બુઘ્ધિમત્તા ચકાસવા ઉખાણા કે પ્રશ્ર્નો પૂછીને પરીક્ષા લેતી હતી. ઉખાણાનો ઉકેલ જાતે શોધવાનો હોવાથી, કોઇ મદદ પણ ના કરતું હતું. લેખ વાંચતા વાંચતા તમારી પણ કસોટી કરૂ કે પ્રશ્ર્ન કોયડો પૂછું, જેનો જવાબ આપશો. એવી કઇ વસ્તુ છે, જે તમારા ઉંઘવાથી નીચે પડી જાય છે. અને ઉઠો ત્યારે પાછી ઉપર આવી જાય છે.

ઉખાણાં કે કોયડો મગજ દોડાવાની રમત છે. ઘણાં લોકો કે બાળકો એવા હોય જેને ઉખાણાનો જવાબ આપવાની મજા આવતી હોય છે, તો કેટલાક લોકો તો સમય પસાર કરવા એકબીજાને ઉખાણાં પૂછતાં હોય છે. આજે પણ બાળકો શેરીમાં કે શાળામાં એકબીજા બાળકો આવા પ્રશ્ર્નો પૂંછતા જોવા મળે છે. ઘણા તો ખુબ જ રસપ્રદ હોવાથી બાળકોને ભારે રસ પડતો હોય છે. ઘણા ઉખાણાંની રમતમાં બાળકો કેબીસીની જેમ ઓપ્શન કે કલુંપણ આપતાં હોય છે. પહેલા તો બાળકો સાથે આખો પરિવાર રમતો હતો, તે આજે બધા રમે છે, પણ ઉખાણાં નહી, પણ મોબાઇલ !જેનું કોઇ નથી, એનો મોબાઇલ છે, અન જેના હાથમાં મોબાઇલ છે, એ કોઇનો નથી !

એક જાનવર ઐસા, જિમ કી દુમ પે પૈસા?

આ ઉખાણાં ટાઇપના ફિલ્મ ગીતનો જવાબ પણ ઘણો રોચક હતો, કારણ કે મોરના પિંછામાં આંખ જેવી ડિઝાઇનનો વર્તુળ આકાર હોય છે, જે એ જમાનામાં કાણોવાળો (કાણિયો) પૈસો આવતો હતો, તેની કલ્પના કરવાની વાત કરવાની હતી. આવી જ રીતે ‘તીતર કે દો આગે તીતર  તીતર કે દો પીછે તીતર’ બોલો કિતને તીતર જેવો પ્રશ્ર્ન પૂછાયો હતો. ઉખાણાં એ જમાનામાં એટલા પ્રચલિત હતા કે તેની લોકપ્રિયતા ને કારણે ગીતકાર ફિલ્મી ગીતો બનાવતા હતા. સસુરાલ ફિલ્મનું એક સવારલ મે કરૂ, એક સવાલ તુમ કરો, એ જમાનામાં સુપર હીટ થયું હતું. આવી જ રીતે ગોખલામાં ગોરબાઇ રમે, જેનો જવાબ જીત આવે તેને કારણે શરીરના અંગોની ઓળખ પણ થઇ જતી હતી. આંખ માટે પણ એક ઉખાણું હતું જેમા ‘બે બહેનો રડી રડીને થાકે પણ  ભેગી ના થાય’

વાંચકોની બુઘ્ધિ કસોટી

એક એવો શબ્દ છે, જેને તમે ગુજરાતમાં લખો તો બે અક્ષર જ થાય, પણ અંગ્રેજીમાં લખો તો નવ અક્ષર થાયી
જવાબ:- છુંછા (CHHUNCHHA)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.