100 થી વધુ નસિંગ છાત્રો જોડાયા: પ્રશ્નોત્તરીના વિજેતાઓને મોમેન્ટો અપાયા

રાજકોટ શહેરમાં ફેમીલી પ્લાનીંગ એસોસીએશન ઓફ ઇન્ડીયા દ્વારા વિવિધ યુવા જાગૃતિ સાથે આરોગ્ય લક્ષી સેવાના કાર્યક્રમો નિયમીત યોજાય રહ્યા છે. જેના ભાગરુપે  કામદાર નસિંગ કોલેજ ખાતે રૂબેલા અને જાતીય સ્વાસ્થ્ય સંદર્ભે સેમીનાર યોજવામાં આવેલ હતો. 100 થી વધુ નસિંગ છાત્રો ઉત્સાહ ભેર જોડાયને આવા કાર્યક્રમોની સરાહના કરી હતી. આરોગ્ય સાથે સંકળાયેલા ભાવી નર્સોએ વિવિધ પ્રશ્ર્નોના માર્ગદર્શન નિષ્ણાંતો પાસેથી સાચા અને વૈજ્ઞાનિક આધાર વાળા જવાબો મેળવીને જ્ઞાનમા વધારો કર્યો હતો.

કાર્યક્રમમાં કોલેજના ટયુટર ભાવેશભાઇ ધસેન્ડાએ સંચાલન કરેલ હતું. પ્રારંભે એફ.પી.એ.આઇ. ના પ્રમુખ મહેશભાઇ મહેતાએ સંસ્થા પરિચય આપ્યો હતો અને સંસ્થામાં જોડાવવા યુવા મિત્રો ને અનુરોધ કર્યો હતો. વિષય નિષ્ણાંતોમાં રાજેશ ભાતેલીયાએ આયુર્વેદનો રોગોના નિયંત્રણ ની ભૂમિકાની વાત કરી હતી. યુવાનોનો જાણીતા કાઉન્સીલર  અને મોટીવેશન સ્પીકર અરુણ દવેએ તરુણો- કિશોરોને શારિરીક, માનસિક મુંઝવતા પ્રશ્ર્ને અને જાતીય સ્વાસ્થ્ય સંદર્ભે દ્રષ્ટાંત સાથે છાત્રોને માહિતી આપી હતી. આવતા માસે નસિંગ સ્ટાફ માટે રૂબેલા રસીકરણનો કેમ્પ યોજવામાં આવેલ છે.

સંસ્થાના કો. ઓપ્ટ મેમ્બર પરેશભાઇ જનાણી એ યુવાનોને સંર્વાગી વિકાસ બાબતે જયાં જયાં સંસ્થાની જરુરીયાત પડે ત્યાં સંપૂર્ણ સહયોગ ખાત્રી આપી હતી. બ્રાંચ મેનેજર મહેશભાઇ રાઠોડે રૂબેલા વાયરસ વિશે તથા તેની ગંભીરતા વિશે ઉંડાણ થી માહીતી આપી હતી. પ્રશ્ર્નોતરી કાર્યક્રમમાં સાચા જવાબો આપનાર છાત્રોને નૈમીશભાઇ ઠુંમર દ્વારા સર્ટીફીકેટ અને મોમેન્ટો અર્પ; કરાયા હતા.

આવા જ્ઞાન સભર સેમીનાર દર માસે યોજવા જોઇએ: ચાવડા ઉર્વશી – નસિંગ છાત્રા

કામદાર નસિંગ કોલેજની છાત્રા ચાવડા ઉર્વશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ કે યુવાઓને ઘણા પ્રશ્ર્નો મુંઝવતા હોવાથી તેના વૈજ્ઞાનિક આધારો વાળા જવાબો મળે તે માટે આવા સેમીનાર દર માસે યોજવા જોઇએ.

રૂબેલા રસી વિશે જનજાગૃતિ લાવવી જરૂરી: સમીર પટેલ – નર્સિંગ છાત્ર

છાત્ર નસિંગનું ભણતા હોવાથી વાયરસ અને તેના ચેપ લાગવાના કારણો વિશે જાણવું જરુરી હોવાથી અને ખાસ રૂબેલા રસી વિશે આજે અમોને જાગૃત કરાવા તે માટે આયોજકોનો આભાર માનીએ છે તેમ અબતક સાથે ની વાતચીતમાં નસિંગ છાત્ર સમીર પટેલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.