રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના ૪૮માં જન્મદિવસે માનવતા મહોત્સવ નિમિત્તે આયોજન
અકસ્માત નિવારવાનો પ્રેરદાયી પ્રયાસ, વાહન ચાલકોને કેમ્પનો લાભ લેવા ખાસ અનુરોધ
પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પૂ. ગુરુદેવના જન્મદિવસને માનવતા મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ માનવતા મહોત્સવમાં સમાજ માટે જુદા જુદા સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
જેમાં અર્હમ યુવા સેવા ગ્રુપ, રાજકોટ તરફથી આગામી તા. ર૯-૯ ને રવિવારના રોજ નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ પગપાળા વિહાર કરતા સંત-સતીજીઓ તથા નિર્દોષ રાહદારીઓને થતાં માર્ગ અકસ્માતને નિવારવાના પ્રયાસ રુપે યોજવામાં આવ્યો છે. આથી ટ્રક, બસ, ટેકસી, અને રીક્ષાના ડ્રાઇવર ભાઇઓ વધુમાં વધુ લાભ લઇ શકે તેવી અપીલ કરવામાં આવે છે.
આ નેત્ર નિદાન કેમ્પમાં આંખના દર્દોનું નિદાન કરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. મોતીયો, ઝામર, પરવાળા, નાસૂર વગેરેના દર્દીઓનું ડોકટરો દ્વારા નિદાન કરી જરુરીયાતવાળા દર્દીઓને ઓપરેશન કરી નેત્રમણી વિનામૂલ્યે બેસાડી દેવામાં આવશે.
આ કેમ્પમાં ચશ્માના નંબર તપાસવાનું શકય નથી પણ જરુરીયાતવાળા દર્દીને બેતાલા ચશ્મા પણ ફ્રી આપવામાં આવશે. જે દર્દીઓ આ કેમ્પનો લાભ લેશે એમને દશાશ્રીમાળી આંખની હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક ઓપરેશન કરી આપવામાઁ આવશે.નેત્ર નિદાન કેમ્પમાં વધુમાં ટ્રક, બસ, ટેકસી, અને રીક્ષાના ડ્રાઇવર ભાઇઓ વધુમાં વધુ લાભ લઇ શકે તેવી અપીલ કરવામાં આવી છે. કારણ કે એમની રોજો રોટી આંખના આધારે ચાલતી હોય છે. અમારો એવો પ્રયત્ન છે કે જો વધુમાં ટ્રક, બસ, ટેકસી, અને રીક્ષાના ડ્રાઇવર આ કેમ્પનો લાભ લે તો તેમની આંખની તકલીફનો ઇલાજ ફ્રીમાં થઇ શકે છે. આ નેત્ર નિદાન કેમ્પમાં ડો. રાજુ કોઠારી, આંખના સર્જન અને દશાશ્રીમાળી આંખની હોસ્પિટલના ડોકટર તથા તેમની ટીમ સેવા આપવા આવશે.
નેત્ર નિદાન કેમ્પમાં જે કોઇ ડ્રાઇવર ભાઇઓ ચેક અપ કરાવવા આવવું હોય તેમણે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવી લેવું, જેનું નિયત ફોર્મ ભરવાનું રહેશે અને ફોર્મ ભરીને તા. ૨૨-૯ ને શનિવારના રોજ શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ ૩/૮ ગાદીપતિ પૂ. ગીરીશમુનિ મ.સા. રોયલ પાર્ક રાજકોટ ખાતે જમા કરાવવી આપવું.
રજીસ્ટ્રેશન કરાવવા માટે અથવા વધુ માહીતી માટે સંપર્ક કરો તુષાર મહેતા ૯૪૨૮૨ ૬૬૦૮૬ નોસંપર્ક કરવા જણાવાયું છે.