આઈ મેક અપ કરોછો તો જાણીલો આઇશેડોની થોડી ટીપ્સ
મિનિમલ મેકઅપમાં આપણે ત્વચાને વધુ ચમકદાર બનાવવાનો પ્રયત્ન કરતા હોવાથી આઇ-મેકઅપ પણ એવો જ પસંદ કરવો જોઈએ જે થોડો ચીકણો અને ચમકીલો હોય. આ માટે મેકઅપ-આર્ટિસ્ટ પાઉડરના ફોર્મમાં મળતા આઇ-શેડોને સ્થાને આઇ-ગ્લોસ અથવા લિક્વિડ કે ક્રીમ-બેઝ્ડ આઇ-શેડો વાપરવાની સલાહ આપે છે.
આ પ્રકારના આઇ-શેડો સાથે સમસ્યા એ હોય છે કે એ ચીકણા હોવાથી મેકઅપ લગાડ્યાના થોડા સમયમાં જ એ આંખની ઉપરની બાજુની ત્વચા પર રહેલી કરચલીઓ વચ્ચે ભરાઈ જાય છે, જે અત્યંત બેહૂદું અને કદરૂપું લાગે છે. એથી આવા આઇ-શેડો માત્ર એવી યુવતીઓએ જ પસંદ કરવા જોઈએ જેમની આંખની ઉપરની બાજુની ત્વચા પર ઓછામાં ઓછી કરચલીઓ હોય.
આઇ-શેડો લગાડ્યા વગર જેલ અથવા આઇ-લાઇનર્સનો ઉપયોગ કરી આંખોને સ્મોકી ઇફેક્ટ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આંખોને હાઇલાઇટ કરવાનું પ્રમાણમાં વધુ સરળ છે. વળી હવે તો મોટાભાગની કંપનીઓ આવાં આઇ-લાઇનર્સ વોટરપ્રૂફ જ બનાવતી હોવાથી આંખોમાં કચરો જાય કે પાણી નીકળે તો પણ એ ફેલાઈ નથી જતાં. જેમને આંખોને સ્મોકી બનાવવું ન ગમતું હોય તેઓ વોટરપ્રૂફ લિક્વિડ લાઇનર્સ અથવા આજકાલ બહુ પોપ્યુલર બનેલા પેન-લાઇનર્સનો ઉપયોગ પણ પરંપરાગત રીતે કરી આંખોને હાઇલાઇટ કરી શકે છે.