કોર્પોરેશનની આરોગ્ય ટીમ રાણીમાં રૂડીમાં વિસ્તારમાં દોડી ગઇ: મોડીરાતે જાગતા હતા તેઓને ઝેરી હવાની અસર થયાનું તારણ રાજયની આરોગ્ય વિભાગે રિપોર્ટ માગ્યો
સવાર સુધીમાં હોસ્પિટલમાં આંખની પીડાના અસરગ્રસ્તોથી ભરાઇ ગઇ ડોકટરોની ટીમ દ્વારા ત્વરીત સારવારથી આંખની બળતરામાં રાહત
સગાઇ પ્રસંગે બીરીયાની ખાધા બાદ મુસ્લિમ પરિવારને દાંડીયા રાસ દરમિયાન એકાએક આંખમાં બળતરા શરૂ થઇ
શહેરમાં રામાપીર ચોકથી રાણીમાં રૂડીમા ચોક તરફ જતા વિસ્તારમાં મોડીરાતે એકાએક આંખમાં બળતરા શરૂ થતા સવાર સુધીમાં ૨૦૦ જેટલી વ્યક્તિઓ સારવાર માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઇ હતી. તબીબોએ ઇન્ફેકશનની અસર ગણાવી ચાર થી પાંચ કલાકમાં અસરગ્રસ્તોને રાહત મળી જશે તેમ જણાવ્યું હતું.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર પર આવેલા રાણીમા રૂડીમા ચોક નજીક રહેતા અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા મહંમદ અજીતભાઇ મોકરશીની પોપટપરામાં સગાઇ હોવાથી ગતરાતે મહેમાનો માટે બીરીયાની બનાવી હતી અને દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુસ્લિમ પરિવાર રાતના બે વાગ્યા સુધી દાંડીયા રાસ રમ્યા બાદ સૌ પ્રથમ બે નાના બાળકોએ આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી ત્યારે તેઓની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. ત્યાર બાદ મહિલાઓ અને વધુ બાળકો આંખમાં બળતરા થતી હોવાની અને આંખમાંથી પાણી નીકળવાનું શરૂ થતાં મુસ્લિમ પરિવારમાં દોડધામ મચી ગઇ હતી.
વહેલી સવારના પાંચ વાગ્યા સુધીમાં મુસ્લિમ પરિવાર અને તેની આજુ બાજુના રહીશોને પણ આંખમાં બળતરા અને આંખમાંથી પાણી નીકળવાનું શરૂ થતા તમામ સારવાર માટે રિક્ષામાં સિવિલ હોસિપટલ દોડી ગયા હતા. એક સાથે ૨૦૦ જેટલા અસરગ્રસ્તો હોસ્પિટલે આંખની સારવાર માટે દોડી આવતા અફડાતફડી મચી ગઇ હતી.
હોસ્પિટલના આંખ વિભાગના તમામ ડોકટરો અસરગ્રસ્તોની તાત્કાલીક વહારે આવી તપાસ કરતા તેઓને ઇન્ફેકટશ હોવાનું નિદાન કરી આંખમાં ટીપા અને ટયુબ આપી સારવાર કરવાનું શરૂ કર્યુ હતુ તમામને ચાર થી પાંચ કલાકમાં રાહત થઇ જશે તેમ તબીબોએ કહી અસર ગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપી ઘરે ટીપા અને ટયુબ નાખવાની સલાહ આપી હતી.
એક સાથે ૨૦૦ જેટલી વ્યક્તિઓની આંખમાં બળતરા સાથે પાણી નીકળવાનું શરૂ ની ઘટનાની કોર્પોરેશનની આરોગ્ય શાખાને જાણ થાત તેઓ રાણીમાં રૂડીમાં વિસ્તારમાં દોડી ગયા હતા. તેમજ રાજ્યની આરોગ્ય શાખાએ પણ આ ઘટનાની ગંભીરતા દાખવી આટલી મોટી સંખ્યામાં એકાએક આંખમાં બળતરા થવા પાછળ શું કારણ હોય શકે તે અંગે તપાસ કરી કોર્પોરેશન પાસે રિપોર્ટ માગ્યો છે.
કોર્પોરેશનની ટીમ દ્વારા અજીતભાઇ મોકરશીના પરિવાર અને તેમને ત્યાં આવેલા મહેમાનોને જ વધુ અસર થઇ હોવાથી તેઓને રાતે શુ ખાધુ હતુ તેમજ તેઓએ પીધાલા પાણીના નમુના લીધા હતા. બીજી તરફ આજુબાજુમાં ગેસ ગળતરની ઘટના બની છે કે કેમ તે અંગે તપાસ કરી હતી.
મુસ્લિમ પરિવારે બીરીયાની જાહેરમાં ચુલો બનાવી લાકડાની મદદથી બનાવી હોવાથી તેના ધૂમ્માડાના કારણે આંખમાં બળતરા થઇ હોવાની પણ શંકા વ્યક્તિ કરી છે. તેમજ ખોરાકી અસરના કારણે રિએકશન થવાથી પણ આંખમાં બળતરા થઇ શકે તેમ હોવાના તારણ રજુ કરવામાં આવી રહ્યા છ.
મુસ્લિમ પરિવાર સગાઇ પસંગ રંગે ચંગે મનાવે તે પૂર્વે આંખમાં આશુ સાથે સારવાર માટે હોસ્પિટલ દોડી જવાની ઘટનાથી સગાઇ પ્રસંગ સાઇડ લાઇન બની ગયો હતો. મહંમદ અજીતભાઇ મોકરશીએ આંખમાં બળતરા પોતાના પરિવાર ઉપરાંત આજુબાજુના રહીશોને પણ થયાનું કહ્યું હતું પરંતુ આંખમાં બળતરા શા માટે થઇ કંઇ જાણ ન હોવાનું કહ્યું હતું.
કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા આંખમાં બળતરાની ઘટના અંગે સઘન તપાસ શરૂ કરી છે.