૧૫ દિવસમાં બીજા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાશે: મહેશ રાજપૂત
રાજનીતિ કી પાઠશાલા દ્રારા ગઈ કાલે યોજાયેલા નિ:શુલ્ક આંખના નિદાન કેમ્પમાં૧૫૦ લોકોની આંખનું ચેકીંગ કરાયુ હતું.
રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપૂત અધ્યક્ષ સ્થાને કેમ્પ યોજાયો હતો તેમજ રાજકોટ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું તેમજ ગુજરાત પ્રમુખ ડો.કીર્તિબેન અગ્રવાતની પ્રેરણાદાયી ઉપસ્થિત રહ્યા હતા.
આ નિ:શુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પમાં ૧૫૦ લોકોએ નિદાન કારાવ્યું હતું અને કેમ્પનો લાભ લીધો હતો તેમજ આ કેમ્પમાં આંખને લગતા તમામ રોગની આંખના નિષ્ણાત ડોક્ટર મનોજ યાદવ દ્વારા આંખોના નંબરની તપાસ તેમજ મોતિયાની તપાસ, ઝામરની તપાસ, નાસુર, પડદા, ત્રાંસી આંખ, લો-વિઝન વગેરેની તપાસ નિ:શુલ્ક કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં કોરોના વાઈરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક તત્વોથી ભરપુર ઉકાળાનું વિતરણ કરાયું તેમજ તમામ લોકોને સેનીટાઇઝ કર્યા હતા અને માસ્ક વિતરણ કરાયું હતું.
આ તકે રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપૂત દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ કેમ્પમાં જેટલા લોકોએ લાભ લીધો છે તેમાંથી જે લોકો મોતિયાનું ઓપરેશન કરાવવા માંગતા હોય તેવા તમામ લોકોને મોતિયાનું ઓપરેશનની ટ્રીટમેન્ટ અને સારવાર નિ:શુલ્ક મળશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે અને આગામી ૧૫ દિવસમાં રાજકોટ શહેરમાં બીજા કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરેલ છે.
આંખના નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ભાર્ગવ ભટ્ટ, વિરલ ભટ્, મૌલેશ મકવાણા , અને રાજનીતિ કી પાઠશાલાના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ છે.