ઘણી વાર ચશ્માંના નંબરની ફરિયાદ લઈને આવતા લોકોને ઝામર, મોતિયો, રૂમેટોઇડ આર્થ્રાઇટિસ જેવી તકલીફો પણ હોય છે. કમ્પ્યુટરથી આંખના નંબર નક્કી કર્યા પછીની અગત્યની બાબતો હોય તો એ છે ચશ્માંના કાચ કયા વાપરવા. જો તમારે આંખની યોગ્ય જાળવણી કરવી હોય તો ફ્રેમની સાથે અંદરના લેન્સ કેવા હોવા જોઈએ એ વિચારવું પણ જરૂરી છે.તેથી આજે અમે તમને જણાવીશુ કે લેન્સના કેટલા પ્રકારો હોઈ છે અને ગ્લાસના કેટલા પ્રકારો હોઈ છે.
ફેશન માટે અને તડકાથી બચવા માટે ઉપયોગમાં લેવાતા સનગ્લાસિસના પણ અલગ અલગ પ્રકારો છે જે નીચે મુજબ છે
1)સીઆર 39
2)પોલીકાર્બોનેટ
3)પોલરાઈઝ્ડ
સામાન્ય રીતે ડ્રાઈવીંગ માટે પોલરાઈઝ્ડ સનગ્લાસીસ સૌથી ઉત્તમ કહેવાય છે.
સામાન્ય રીતે લેન્સના નીચે મુજબ પ્રકારો હોઈ છે
સિંગલ વિઝન લેન્સ : સિંગલ વિઝન લેન્સ એટલે દૂરની અથવા નજીકની , કોઈપણ એક દ્રષ્ટીના લેન્સ.
બાયફોકલ લેન્સ : બાયફોકલનો પ્રાથમિક હેતુ દૂરની દ્રષ્ટિ અને નજીકની દ્રષ્ટિ બંને એકસાથે એક જ લેન્સમાં મળી રહે છે.
લેન્સની પ્રોપર્ટીના પણ અલગ અલગ નીચે મુજબ પ્રકારો હોઈ છે
હાર્ડ કોટેડ ગ્લાસ : હાર્ડ કોટેડ ગ્લાસનો પ્રાથમિક ફાયદો ટકાઉપણું છે.તેની સર્ફેસ હાર્ડ બનાવવામા આવે છે.
એન્ટિગ્લેર ગ્લાસ : રાત્રે ડ્રાઈવીંગ વખતે હેડલાઈટ્સના ગ્લેરને ઓછું કરવા માટે ખૂબ સારું કોટીંગ આ લેન્સ પર કરેલું હોય છે.
બ્લુ કટ ગ્લાસ : તે ખાસ ઓપ્ટિકલ લેન્સ છે જે લેપટોપ, સ્માર્ટફોન સ્ક્રીન વગેરેમાંથી નીકળતી અને આંખોને નુક્સાન કરતાં બ્લુ કિરણોને કટ કરવા માટે વપરાય છે.
પ્રોગ્રેસીવ લેન્સ : પ્રોગ્રેસીવ અથવા વેરિફોકલ લેન્સ દૂર થી નજીકના તમામ અંતર માટે સરળ વિઝન આપે છે, એટલે ઝટ , કોમ્પ્યુટર અને મોબાઈલ એક સાથે સારી રીતે જોઈ શકાય.
ચશ્માંથી મુક્તિ આપી અને આંખની દષ્ટિને ક્લિયર કરનાર કોન્ટેક્ટ લેન્સના પણ પ્રકારો છે જે નીચે મુજબ છે
1) ક્લિયર કોન્ટેક્ટ લેન્સ : આ સોફટ લેન્સ સામાન્ય રીતે નંબર વાળા લેન્સ હોઈ છે કે જે લોકોને નંબર હોઈ અને તે ચશ્માંનો ઉપયોગ કરવાના માંગતા હોઈ તેવા લોકો એનો ઉપયોગ કરે છે.
2)પ્રોસ્થેટિક લેન્સ : આ લેન્સનો ઉપયોગ જો કોઈ વ્યક્તિની કોઈ એક આંખ ડેમેજ એટલે કે કોઈ કારણો સર ખરાબ હોઈ તો તેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે જેથી બંને આંખો સ્વસ્થ છે તેવું જોવા વાળા લોકોને લાગી શકે છે.
3)કોસ્મેટિક કોન્ટેક્ટ લેન્સ : આ લેન્સનો ઉપયોગ ફેશન માટે કરવામાં આવે છે લોકો પાર્ટી માં અને કોઈ ફંક્સનમાં આનો ફેશન માટે ઉપયોગ કરે છે.જેમાં વિભિન્ન પ્રકારના કલર લેન્સ આવે છે.તેમાં નંબર સાથે ના લેન્સ પણ મળી શકેછે.
4)ફ્રોટોક્રોમિક કોન્ટેક્ટ લેન્સ ,બ્લુ લેન્સ : આ લેન્સનો ઉપયોગ તડકામાં કરવામાં આવે છે જેથી લોકોને ગોગલ્સ ઉપયોગ કરવો પડતો નથી અને આ લેન્સ તડકામાં ડાર્ક થા છે અને છાયામાં આ લેન્સ સફેદ થઇ જાય છે.ઉપરાંત કમ્યુટર પર કામ કરતા લોકો પણ આ લેન્સનો ઉપયોગ કરી શકે છે.જેથી યુવી કિરણોથી બચી શકે છે.