હનુમાન જયંતિ, જન્માષ્ટમી સહિતના ઉત્સવો ઉજવાય છે તો ફૂડ પેકેટ, રાહત દરે ચોપડા વિતરણ પણ કરવામાં આવે છે
પેડક રોડ પર આવેલ બાલક હનુમાનજી મંદિર અતિ સુંદર અને મનમોહક છે.
આ મંદિર ૫૦ વર્ષ જુનુ છે.પહેલા નાની દેરી જ હતી જયારે પેડક રોડ પર કાંઈ હતુ જહની ત્યારે નાના બાળકો દ્વારા એક હનુમાનજીની ડેરી બનાવવામાં આવી એટલે નામ પડયું બાલક હનુમાન, અહી દર હનુમાન જયંતિએ ૩૫ થી ૬૦ હજાર ભકતો પ્રસાદ લ્યે છે. ચોકલેટનું પણ વિતરણ કરવામાં આવે છે. ૬૦ હજાર નં રક્ષા દોરીનું વિતરણ કરવામાં આવે છે. દર હનુમાન જયંતિએ ૨૫૦ કિલો ચણાનું શાક ૬૦૦ થી ૭૦૦ કિલો ગુંદી, ૭૦૦ કિલો ગાઠીયા, ૪૦૦ થી ૫૦૦ કિલો કમણ, હનુમાન જયંતીએ ભકતોને પ્રસાદ કરાવવામાં આવે છે. સાંજની પ્રસાદીમાં ૧૦૦ કિલો મલિન્દાની પ્રસાદી કરવામાં આવે છે. હનુમાન જયંતિના દિવસે આખા દિવસ દરમ્યાન આશરે ૭૦ હજાર ભકતો દર્શનનો લાભ લ્યે છે. જન્માષ્ટમી ના દિવસે મટકી ફોડનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. આરતીના સમયે પણ બાલક હનુમાન મંદિર દ્વારા ફૂડ પેકેટના વિતરણ પણ કરવામાં આવે છે.
દર વર્ષે રાહત દરે દોઢ લાખ ચોપડા અને ૫૦ હજાર બોલપેન ૫૦ હજાર પેન્સીલનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષ બાલક હનુમાન મંદિર દ્વારા સર્વ અતિ સમુહ લગ્ન પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત નિ:શુલ્ક સબવાહિનીની પણ સેવા આપવામાં આવે છે. બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે.તે નિ:શુલ્ક મેડિકલ સાધનો પર દર્દીઓને આપવામાં આવે છે.
રીપોર્ટર: લવલી ઠકકર
તસ્વીર: દેવજીભાઈ રંગાડિયા