એનઆરસીની આખરી યાદી પ્રસિદ્ધ, ૪૦ લાખમાંથી ૧૯ લાખ લોકોને ‘ઘુસણખોર’ ગણાવાયા: ગેરલાયક ઠેરવાયેલા હજુ ૧૨૦ દિવસ સુધીમાં અરજી કરી શકશે
આસામમાં નાગરીકોની અંતિમ યાદી ‘એનઆરસી’આજે પ્રસિઘ્ધ થવા જઇ રહી છે ત્યારે આ યાદીમાં પોતાનું નામ હશે કે કેમ તેવા નાગરીકોના વ્યાપક ઉચાટ વચ્ચે બીલને લઇને રાજયમાં કાયદોવ્યવસ્થા પરિસ્થિતિ ન વણસે તે માટે કલમ ૧૪૪ લાગુ કરી અર્ધ સૈનિક દળોની તૈનાત કરવામાં આવ્યા છે. એક વરસ પછી પ્રસિઘ્ધ થઇ રહેલી આ યાદીમાં ૪૦ લાખમાંથી ૧૯ લાખ લોકો યાદીમાંથી બાકાત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ દરમ્યાન જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજજો પૂર્ણ કરી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી અંતિમ એનઆરસી યાદી જાહેર કરવાનું પગલું સૌથી મોટું પગલુ બની રહેશે. આ યાદી ઓનલાઇન જાહેર કરી દેવાશે જે લોકો પાસે ઇન્ટરનેટથી લોકોને રાજય સરકાર દ્વારા ઉભા કરવામાં આવેલા કેન્દ્રોમાં પોતાના સ્ટેટસ જોઇ શકશે. આસામમાં રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર સૌ પ્રથમ ૧૯૫૧ માં પ્રસિઘ્ધ કર્યુ હતું. હવે સુપ્રિમ કોર્ટના નિદેશથી અપડેટ કરવામાં આવી રહ્યું છે. જેનાથી આસામમાં રહેતા ભારતીય નાગરીકો અને એ લોકોને અલગ અલગ તારવી શકાય કે જે રપ માર્ચ ૧૯૭૧ પછી ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતાં હોય બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા પૂર્વતર રાજયમાં સુરક્ષા સંગીન બનાવી કલમ ૧૪૪ લાગુ કરી ગુવાહાટી સહીતના તમામ સંવેદનશીલ શહેરોમાં વિશેક્ષ ઘ્યાન અપાઇ રહ્યું છે.
કેન્દ્ર સરકારે ૨૦,૦૦૦ અર્ધ સૈનિક દળો આસામ મોકલ્યા છે. આસામ પોલીસે ટવીટ ઉપર જાહેરાત કરી છે કે જે લોકોના નામ યાદીમાં નથી તેવા લોકોને ગભરાવવાની જરુર નથી. પોલીસે તમામની સુરક્ષાની વ્યવસ્થા કરી છે. વિરોધી તત્વોની અફવાઓમાં ન આવવું જે લોકોનું નામ યાદીમાં નથી તે લોકોને વિદેશી ટ્રીબ્યુનલમાં અપીલ કરવાની ૬૦ દિવસમાંથી ૧ર૦ દિવસની અપીલ અવધિ આપવામાં આવી છે જયાં સુધી વિદેશી ટ્રીબ્યુનલ તેમને બિન ભારતીય ઘોષિત નહિ કરે ત્યાં સુધી કોઇની ધરપકડ નહિ થાય.
આસામમાં અત્યારે યાદીને લઇને ભારે ઉચાટ પ્રર્વતી રહ્યો છે. મુખ્યમંત્રી સોનવાલે લોકોને સંયમ રાખવાની અપીલ કરી છ. નાણામંત્રી હિંમતાબીસ્વા શર્માએ જણાવ્યું છે કે આ મુદ્દે કોઇ ચર્ચા થવી જ ન જોઇએ. ફોરેન ટ્રીબ્યુનલના નિર્ણયને અંતિમ ગણવું જોઇએ તેમણે જણાવ્યું હતું કે ભાજપે એનઆરસીને રાષ્ટ્રીય દસ્તાવેજ તરીકે સ્વીકારવા માટે પુન: સમીક્ષાની માંગણી કરી હતી. રાજયના બાંગ્લાદેશની સરહદના અને મુસ્લીમ વસ્તી ધરાવતા દક્ષિણ શાલમામા અને યુબરીમાં રાજયનો ૬૦ ટકા વસ્તી વસે છે. સાલમામા કણબી આદિવાર ઓની ૧૬ ટકા વસ્તી છે. આજે વર્ષોથી લટકતા આસામમાં બીન ભારતીય વસવાટના પ્રશ્ર્નનો નિવેડો આવી જશે.
મુખ્યમંત્રી સરવાનંદ સોનુવાલે લોકોને અપીલ કરી હતી કે રાષ્ટ્રીય હિતના આ પગલામાં સમાજે પીઢતા કેળવવી જોઇએ જે લોકો વિદેશી ગણીને યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી તે લોકોને ગભરાયા વિના અપીલ કરવી જોઇએ આ અંગેની મુદત ૬૦ દિવસમ)ંથી વધારીને ૧૨૦ દિવસ કરી દેવામાં આવી છે.
૪૦ લાખમાંથી ૧૯ લાખને બાકાત કર્યા છે. ત્યારે અપીલ માટે સંભવિત ધસારાને ઘ્યાને લઇને સરકારે ર૦૦ થી વધુની રચના કરી છે. અત્યારે કેન્દ્રીય ગ્રૃહમાં દ્વારા ૧૦૦ ટ્રીબ્યુનલ કાર્યરત કરવામાં આવી છે. આ આંકડા પ૦૦ સુધી પહોચાડશે. ટ્રીબ્યુનલ મળનારી અપીલની પ્રક્રિયા યુકી કે અંતીમ અવધીનો સમયગાળો ત્રણ વાર રાખવામાં આવ્યો છે.
૧૯૫૧માં સરકારે આસામાં ધુસી બાંગ્લાદેશીઓ અને બીન ભારતીય નાગરીક ઓખળ અને દેશી અને વિદેશીઓની પ્રથમવાર એનઆરસી બીલ લાવવા આવ્યું હતું. ૧૯૫૧ ના વસ્તી અહેવાલ આધારે જે લોકો ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં જન્મા હોય અથવા તો તેમના વાલીઓએ ઓછામાં ઓછા પાંચ વરસના સમયગાળા દરમ્યાન આસામમાં મોકલ્યા હોય તેની છટકી કરવાનું કયુ છે. જો કોઇના નામ એનઆરસીમાં ન હોય તો ગણવામાં આવશે અત્યારે એનઆરસીને લઇને ઉચટ પ્રવર્તે છે.