“સીટી ઓફ પર્લ્સ” ને પડયા પર પાટું
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ડીપ ડીપ્રેશનમાં પરિવર્તીત થતાં હૈદ્રાબાદમાં એલર્ટ જારી
એક અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદથી હૈદ્રાબાદની શેરીઓ નદીમાં ફરી વળી: ૭૦ના મોત
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા મુશળાધાર વરસાદે સમગ્ર શહેરની સ્થિતિને કથળની બનાવી દીધી છે. મેધરાજાએ અનરાધાર વરસી હૈદરાબાદને તહર-નહર કરી નાંખ્યું છે. ત્યારે હજુ બે દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્તાં કરતા એલર્ટ જારી કરી દેવાયું છે. સીટી ઓફ પર્લ્સ તરીકે ઓળખાતા હૈદરાબાદ શહેરને પડ્યા પર પાટુ લાગ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરની શેરીઓ નદીમાં ફરી વળી છે. પુરના કારણે મોટું નુકસાન પહોંચ્યું છે.
કોરોનાની વચ્ચે વરસાદનો કહેર હૈદરાબાદમાં વરસ્યો છે. જેના કારણે ૭૦ લોકોના મૃત્યુ થયા છે. તો સંપતિને પ હજાર કરોડનું નુકસાન પહોંચ્યું છે. કોરોના કાળમાં તેલંગાણા સરકારને બેવડો માર પડ્યો છે. સરકારે પ્રભાવિત પરિવારોને દસ-દસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ માટે સરકારે ૫૫૦ કરોડ ફાળવ્યાં છે.
આજે અને આવતીકાલે એમ બે દિવસ હજુ હૈદરાબાદમાં અતિભારે વરસાદ વરસે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે જે સ્થિતિને વધુ ખરાબ બનાવે તેવી ભીતી છે. હવામાન વિભાગના ઇનચાર્જ ડાયરેકટર નાગ રત્નાએ માહિતી આપતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેસર ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થયું છે. જેના કારણે હજુ બે દિવસ વરસાદ વરસવાની શકયતા છે. આના કારણે તેલંગાણાના પૂર્વ-પશ્ર્ચિમ કોઠાને હજુ ભારે નુકસાન નીવડવાની ભીતી છે. તો ભારે પવન, વરસાદને કારણે ભયંકર દરિયાઇ મોજાં ઉછળે તેમ આગાહી વ્યકત કરવામાં આવી છે. સમગ્ર શહેર અને ખાસ કરી દરિયાઇ વિસ્તારોને એલર્ટ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી વરસાદે હૈદરાબાદને તહસનહસ કર્યુ છે. પુરના લોકોના ઘરમાં પાણી ઘુસ્યું છે. લોકો બેધર થયો છે. ચોતરફ પાણી પાણી થતાં ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તુટયો છે લોકોનું જીવનધોરણ ખોરવાયું છે. તો વહીવટી તંત્ર પણ આકરી આયદામાં મુકાયું છે. ત્યારે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહીએ લોકો અને સરકાર એન બંનેની ચિંતા વધારી છે.