લોકોએ દબાવેલી જંગલભૂમિનો ૮૨ ટકા હિસ્સો પાંચ રાજયોમાં જ: રાજય અને કેન્દ્ર શાસિત

પ્રદેશોની સરકારોની જંગલને બચાવવાની સેવાતી ધોર બેદરકારી આરટીઆઇમાં બહાર આવી

વિશ્વ સામે અત્યારે પર્યાવરણ સંબંધી સમસ્યાઓના પહાડ ખડકાય રહ્યા છે. પૃથ્વી પર સૌથી મોટી સમસ્યા વધતી જતા ગરમીના પ્રમાણથી ઉભી થઇ છે ત્યારે આવનાર દિવસોમાં જો પરિસ્થિતિને કાબુમાં રાખવી હશે તો પૃથ્વી પર હરિયાળી વૃક્ષો અને જંગલનું જતન કરવું પડશે પરંતુ અત્યારે જંગલના જતનમાં ખુબ જ ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં જંગલ પરના દબાણ સ્થિતિ વધુને વધુ બગડતી જાય છે.તાજેતરમાં આવેલા એક આંકડાકીય અહેવાલોમાં ભારતના વન વિસ્તારોમાં ૧૩ લાખ હેકટર વન્ય જમીન પર માનવ પ્રતિકરણ નો પંજાો પડી ચુકયો છે.

ગોવાથી ત્રણ ગણુ ક્ષેત્રફળ ગણાય તેટલા ૧૩ લાખ હેકટર જમીન પર પ્રતિકમણમાં એકલા મઘ્યપ્રદેશનો જ કિસ્સો સામે આવ્યો છે છેલ્લા આઠ વરસમાં મઘ્યપ્રદેશમાં જ જંગલ ની જમીન પર પ્રતિક્રમણનું પ્રમાણ ૬૬ ગણુ વઘ્યું છે. ર૦૧૧માં પ્રતિક્રમણ પામેલી જમીનનું ક્ષેત્રફળ ૮,૦૭૭ હેકટર હતું. ૨૦૧૯માં આ દબાણ વધીને ૫.૩૪ લાખ હેકટરે પહોચ્યું છે.  આ પરિસ્થિતિ જ દર્શાવે છે કે જંગલની દુર્દશા કેટલા મોટા પ્રમાણમાં થઇ રહી છે વન અધિકાર ખરડાએ પણ કેટલીક વિસંગતતા ઓ ઉભી કરી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય ૨૦૧૯ ના જાહેર કરાયેલા આંકડાની આર.ટી.આઇ. દ્વારા મંગાવાયેલી માહીતીમાં જાહેર કરાયું છે કે પાંચ રાજયોમાં જ દબાણ થયેલી કુલ જમીનના ૮૨ ટકા જમીનનો હિસ્સો ફાળે જાય છે.

દિલ્હીના ધારાશાસ્ત્રી અને પર્યાવરણ વિદ્દ આકાશ વરિષ્ઠની આર.ટી.આઇ. અરજીના જવાબમાં કુદરતી પ્રતિક્રમણ નહિ પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજય સરકારોની વન જાળવણીની બેદરકારીને કારણે પરિસ્થિતિ ઉભી થઇ છે. મંત્રાલયે રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજય સરકારોની વન જાળવણીની બેદરકારીને કારણે પરિસ્થિતિ ઉભી થઇ છે. મંત્રાલયે રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોને ગુન્હેગારો સામે આકરા પગલાંની તાકીદ કરી છે. જંગલની જમીનોની પેશકદમી દબાણ અને પ્રતિક્રમણના વર્ષ ૨૦૧૦-૧૧ ના આંકડાઓમાં કેટલાંક રાજયોમાં જંગલની જમીનો દબાવવામાં કયાંય વધારો તો કયાંક ઘટાડો પણ જોવા મળ્યો છે. ગુજરાત અને ઓરિસ્સામાં સરખી સ્થિતિ છે. જયારે મઘ્યપ્રદેશ, છતીસગઢ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જંગલની જમીનોના દબાણના વિસ્તારો ભયજનક રીતે વધી રહ્યાં છે.

પ્રતિક્રમણ અંગે વિસંગતતા ના પુછાયેલા કારણમાં છતીસગઢના વકીલ અને પર્યાવરણ પ્રેમી સુદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ આંકડાકીય વિસંગતતા ખરેખર તો જંગલની જમીનોના પ્રતિક્રમણની વ્યાખ્યાની સમજણ મુજબ મેળવેલા આંકડાને કારણે આવી છે કેટલાક રાજયો પ્રતિક્રમણને જંગલના અધિકારીઓ માટેના દાવાઓ ફગાવવા માટે કરે છે. કેટલાંક રાજયો પેશકદમીની સાચી વિગત માટે ઉપયોગ કરે છે. પરંતુ એકવાત હકિકત છે કે જંગલની જમીનો પર સતત દબાણ થતું રહે છે હવે તો ઉપગ્રહ પરથી લેવાતી તસ્વીરોથી સ્પષ્ટ થઇ જાય છે. સમયની સાથે જંગલની કેટલીક જમીન પર દબાણ વઘ્યું છે.

દેશમાં દર વર્ષે ત્રણ ગોવા થાય એટલી જંગલની જમીન દબાતી રહે છે એક તરફ પૃથ્વી પર ગ્લોબલ વોમિંગનો ભય વધતો જાય છ જેથી એક એક વૃક્ષનું જતન જરુરી બન્યું છે. સિમેન્ટ ક્રોકીંગના વધતા જતા જંગલો જેવા શહેરોની સામે જેમ બને તેમ વધુ વૃક્ષો વાવવાની જરુર છે. તો બીજી તરફ પર્યાવરણના રક્ષણની બે જવાબદારી થી જંગલની જમીનો સતત કપાતી જાય છે. જો આ પરિસ્થિતિ આમને આમ રહેશે તો એક દિવસ એવો આવશે કે માણસને છેલ્લા વિસામા માટે એક ય વૃક્ષ નો છાંયડો નહિ મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.