છ માસનું કામ ત્રણ વર્ષ બાદ પણ પુરૂ થયુ નથી: મોટા ભાગની વસ્તુ હલકી ગુણવતાવાળી: ખુદ ભાજપના સભ્યની રજુઆત
શહેરના ઐતિહાસિક સામંસર તળાવ ખાતે શહેરની શોભામાં વધારો થાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનું કામ આજથી ત્રણ વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ખુદ ભાજપના પાલિકા સદસ્ય એ ચીફ ઓફિસરને ચોમાસા પહેલા જ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ પાલિકા તંત્ર અને અમુક પાલિકાના સદસ્યો જાણે કોન્ટ્રાક્ટરને છાવરતા હોય તેમ જે તે સમયે રજૂઆતને ધ્યાને ન લેવાઇ હતી અને આખરે ચોમાસાની સિઝનમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ રિવરફ્રન્ટના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનુ ખુલવા પામ્યું હતું.
શહેરની શોભામાં વધારો થાય તેવી આશા સાથે સામંતસર તળાવ ફરતે રિવરફ્રન્ટ બનાવવાનું કામ હાથ ધરાયું હતું પરંતુ આ કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવતી હોય જે બાબતની ખુદ ભાજપના જ પાલિકા સદસ્ય રમેશભાઈ પારેજીયાએ છ માસ પહેલા પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી કામ અટકાવવા માંગ કરી હતી પરંતુ તે સમયે રજુઆતને કોરાણે મૂકી કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયાસ કરાયો હતો.
રમેશભાઈ દ્વારા ચીફ ઓફિસરને છ માસ પહેલાં કરાયેલ રજૂઆત માં જણાવ્યું હતું કે આ કામ છ માસમાં જ પૂરૂ કરવાની સમય મર્યાદા હોવા છતાં ત્રણ વર્ષ થવા છતાં કામ પૂરૂ ન થયું. અહીં રિવરફ્રન્ટની બનાવેલ પાળ તળાવમાંથી જ માટી ખોદીને નાખવામાં આવી છે જે માટી વરસાદી પાણી આવતા ધોવાણ થઇ જાય તેમ છે રિવરફ્રન્ટની પાળ ઉપર કોઈપણ પ્રકારનું લેવલથી કામ કરવામાં આવ્યું નથી આવ્યું અહીં રોડના કામમાં સિમેન્ટની જગ્યાએ કાળી ભૂકીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે વરસાદથી તૂટી જવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી જે સંભાવના સાચી પડી અને હાલ તૂટી પણ ગઈ છે.
સાથે જ રિવરફ્રન્ટની પાળની બાજુમાં જે બનાવેલ પગથિયા એકદમ લેવલ વગરના હોય જે તુટી જવાની સંભાવના વ્યક્ત કરી હતી અને આજે તૂટી પણ ગયા છે સાથેજ એવી પણ આશંકા વ્યક્ત કરાઈ હતી કે પાળની સાઈડ ૪ માં જે પથ્થરનું પેકિંગ કરવામાં આવ્યું છે જેમાં ઉપર જ સિમેન્ટ નાખવામાં આવે છે જેથી આ કામ સદંતર બોગસ થઈ રહ્યું છે. આ અંગે હળવદ પાલિકા ચીફ ઓફિસર સાગર રાડિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ચોમાસામાં ભારે વરસાદ ને કારણે પાળો બેસી ગયો હતો જેથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સટલન થડ પાર્ટીની જોગવાઇ હોય જેથી આ કામમાં જેવોને લખી દેવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટ ને પણ નોટિસ આપવામાં આવી હતી જે કોન્ટ્રાક્ટએ જવાબ પણ આપી દિધો છે અને તેમના ખર્ચે જ કામ કરશે.