પશ્ચિમ મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં સૌથી વધુ મુશ્કેલી છતાં મામલતદારનો ‘સબ સલામત’નો દાવો: એક દાખલા માટે બે-બે દિવસ સુધી કામ ધંધા છોડીને હેરાન થવા માટે લોકો મજબૂર
છેલ્લા ઘણા દિવસોથી આવકના દાખલા કઢાવવામાં ભારે અંધાધૂંધી ફેલાઈ રહી છે તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં સૌથીવધુ અરજદારોને મુશ્કેલી પડી રહી છે તેમ છતાં અહીંના મામલતદાર ‘સબ સલામત’નો દાવો કરી રહ્યાં છે. જો કે હકીકતમાં એક દાખલા માટે અરજદારો બે-બે દિવસ સુધી કામ ધંધો છોડી હેરાન વા માટે મજબૂર બની રહ્યાં છે. તેમ છતાં નિંભર અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
સામાન્ય રીતે આવકનો દાખલો કઢાવવા માટે શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે જ અરજદારોની સંખ્યા વધતી હોય છે. પરંતુ મહાપાલિકા દ્વારા ગરીબોને પરવળે તેવી એક આવાસ યોજના જાહેર કરવામાં આવતા આવકના દાખલા કઢાવવા છેલ્લા ઘણા સમયી અરજદારોની ભીડ જોવા મળી રહી છે. રાજકોટ શહેરના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને તાલુકા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરોમાં આવકના દાખલા માટે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે જેમાં ખાસ કરીને પશ્ચિમ મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં સૌથી વધુ ભીડ થતી હોવાનું જોવા મળી રહ્યું છે. દરરોજ અરજદારો અહીં મોટી સંખ્યામાં પોતાના કામધંધાઓ છોડી દાખલા કઢાવવા માટે ઉભા રહેતા નજરે પડે છે.
પશ્ચિમ મામલતદાર કચેરીમાં દાખલો કઢાવવા માટે અરજદારોને સૌથી વધુ મુશ્કેલી પડતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. અહીં બે-બે દિવસ સુધી અરજદારો ધકકા ખાય છે ત્યારે તેમનો આવકનો દાખલો નીકળે છે. આમ અહીં અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોવા છતાં અહીંના મામલતદારે સબ સલામત હેનો દાવો કર્યો છે. જો કે, આ દાવો પોકળ હોવાનું અરજદારોની હાલાકી જોઈને સાબીત થઈ જાય છે.
પશ્ચિમ મામલતદારનો બાંગો: અમે રાત્રે ૯ વાગ્યા સુધી કામ કરીએ છીએ…
અરજદારોને પડતી હાલાકી અંગે જ્યારે પશ્ચિમ મામલતદાર ભગોરા સો ‘અબતક’ દ્વારા વાતચીત કરાતા તેઓએ કહ્યું કે, હાલ આ કચેરીમાં અરજદારોને મુશ્કેલી પડતી નથી. શરૂઆતનાથોડા દિવસોમાં ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી પરંતુ હાલ બધુ બરાબર ચાલી રહ્યું છે. દરરોજ આવતા અરજદારોના દાખલાની કામગીરી તે જ દિવસે પૂર્ણ કરી દેવામાં આવે છે. વધુમાં મામલતદારે એક હાસ્યાસ્પદ બાંગો મારતા કહ્યું કે, અમે રાત્રે ૯ વાગ્યા સુધી કામગીરી કરીએ છીએ જો કે હકીકતમાં સાંજે ૫ વાગે એટલે આ કચેરીમાં દાખલા કાઢવાની કામગીરી આટોપી લેવામાં આવે છે. ઉપરાંત બપોર પછી અરજદારોને સરખા જવાબ પણ દેવામાં આવતા ની. તેમ છતાં મામતલદારે આ પ્રકારની ડંફાસ મારીને સબ સલામત હૈ નો દાવો કર્યો છે.
આ બારી દલાલો સો લેતી-દેતી કરવા માટે !!
પશ્ચિમ અને પૂર્વ મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાંથી વિવિધ દાખલાઓ અરજદારોની કાઢી આપવાની કામગીરી કરી આપવામાં આવે છે. આ સેન્ટરની પાછળના ભાગે ચાર બારીઓ મુકવામાં આવી છે. આ બારીઓ જાણે ખાસ દલાલો માટે જ મુકવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. એટીવીટી સેન્ટરના આગળના ભાગે અરજદારોની લાંબી કતારો હોય છે જ્યારે પાછળના ભાગે દલાલો વધુ પૈસા લઈને તાત્કાલીક દાખલાઓ કઢાવવા માટે અરજીઓ અહીંના કર્મચારીઓને બારીએી આપી દેતા હોય છે. આમ આ બારી ખાસ દલાલો માટે જ જાણે રાખવામાં આવી હોય તેવા અરજદારો આક્ષેપો કરી રહ્યાં છે.
દક્ષિણ મામલતદાર નાઈટ કેમ્પ કરી શકે તો અન્ય મામલતદાર કેમ નહીં?
આવકના દાખલા કઢાવવામાં અરજદારોની ભારે ભીડ જોઈને દક્ષિણ મામલતદાર દંગી દ્વારા પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓએ ખાસ નાઈટ કેમ્પનું આયોજન કરીને રાતના સમયે ૮૦૦ જેટલા અરજદારોને આવકનો દાખલો અપાવ્યો હતો. આમ દક્ષિણ મામલતદાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લઈ અરજદારોને પડતી હાલાકી દૂર કરવામાં આવી હતી. જો કે પ્રશ્ન એ થાય છે કે, દક્ષિણ મામલતદાર નાઈટ કેમ્પ કરી શકે છે તો અન્ય મામલતદાર આવો નિર્ણય લઈ અરજદારોની પડતી હાલાકી દૂર કેમ ન કરી શકે?