મ્યાનમારની કટોકટી વિશ્વ માટે ચિંતાનો વિષય: લોકતંત્રની બહાલી ભારત માટે અનિવાર્ય
મ્યાનમારમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ચાલતો સંઘર્ષ હવે ચરમાસીમાએ પહોંચી ગયો છે ત્યારે દેશમાં સર્જાયેલી અંધાધૂંધીએ અત્યાર સુધીમાં 520નો ભોગ લઈ લીધો હોવાનું સમાચાર માધ્યમો મારફત જાણવા મળ્યું છે. પ્રજા અને પોલીસ વચ્ચે ચાલી રહેલો લોહિયાળ જંગ અત્યાર કોઈપણ સંજોગોમાં અટકવાનું નામ લેતો નથી. વિશ્ર્વભરના દેશો મ્યાનમારની આ અંધાધૂંધીને કોઈપણ સંજોગોમાં રોકીને દેશમાં લોકતંત્ર સ્થાપવા માટે ચૂંટણી યોજવા માટે ઓમસાંગસુકીએ અપીલ કરી છે.
બીજી તરફ મ્યાનમારની આ પરિસ્થિતિને અમેરિકાએ વેપાર વ્યવહાર ઠપ્પ કરી દીધો છે. બીજી તરફ વિશ્ર્વ સંઘના મુખ્યા એન્ટોનીયાએ વિદ્રોહીઓને શાંતી રાખવા અને સુરક્ષા દળો દ્વારા નરસંહારની પરિસ્થિતિ પર કાબુ કરવા અપીલ કરી છે. મ્યાનમારમાં અત્યારે અંધાધૂંધીની પરિસ્થિતિમાં લાખો દેખાવકારો રસ્તા પર ઉતરી પડયા છે અને સુરક્ષા દળો વચ્ચે સંઘર્ષમાં ઉતરી ચુકયા છે અને અત્યાર સુધીમાં કુલ 521ના મોત નિપજી ચુકયા છે. મ્યાનમારમાં નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ આર્મી અને અરકાન આર્મીએ સંયુકત રીતે નિવેદન જારી કરીને વિદ્રોહીઓ સામે આકરા પગલાની ચીમકી ઉચ્ચારી છે. મ્યાનમારમાં ફરીથી ચુંટાયેલી સરકારનું ગઠન થાય અને પરિસ્થિતિ કાબુમાં આવે તે માટે વિશ્ર્વ આખુ ચિંતિત બન્યું છે. ભારત માટે મ્યાનમારની લોકશાહી પુન: સ્થાપિત થાય તે આવશ્યક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની સુરક્ષા અને સર્વભૌમત્વના રક્ષણ માટે અપનાવેલી રણનીતિના ભાગરૂપે પાકિસ્તાનને એર સ્ટ્રાઈકથી સબક શીખવ્યા પહેલા જ મ્યાનમારના વિદ્રોહીઓ અને ખાસ કરીને બાંગ્લાદેશની સરહદ મારફત ભારતમાં આવી અરાજકતા ફેલાવનારા તત્વો પર એર સ્ટ્રાઈક કરીને મ્યાનમારને આતંકવાદ મુકત કરવાની પહેલ કરી છે. ભારત માટે મ્યાનમારમાં શાંતી અને લોકતંત્રની બહાલી ખુબ જ જરૂરી છે.
મ્યાનમારના સશસ્ત્ર દળો અને પોલીસ બેફામ રીતે દેખાવો કરતા લોકો ઉપર ગોળીબાર કરી રહ્યા છે અને બાળકોના લોહી શેરીઓમાં વહી રહ્યા છે. ભારત માટે મ્યાનમારની શાંતી અનિવાર્ય છે. મ્યાનમારમાં ચીનના પગદંડા અને પાકિસ્તાનના પેતરાઓ વચ્ચે મ્યાનમાર ભારતના અરૂણાચલ પ્રદેશ, મણીપુર, નાગાલેન્ડ અને મિઝોરમ સાથે જોડાયેલું હોવાથી ભારત માટે મ્યાનમાર સરહદીય સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ વ્યુહાત્મક સ્થાન ધરાવતું હોય ભારત વિરોધી તત્વો મ્યાનમારને લોન્ચિંગ પેડ તરીકે વાપરતા હોવાથી મ્યાનમારમાં કાયદાનું શાસન ભારત માટે અનિવાર્ય છે અને આ કારણે જ મ્યાનમારમાં લોકશાહી પુન: સ્થાપિત થાય તે ભારત માટે અનિવાર્ય છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ મ્યાનમારમાં અંધાધુંધી ચરમસીમાએ પહોંચી ગઈ છે.