કોઇપણ ફ્લોર પર પાર્કિંગ મૂકવામાં આવશે તો બિલ્ડીંગ હાઇટસમાંથી મૂક્તિ અપાશે: કોમન જીડીસીઆર મઘ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં કોમન જીડીસીઆરની અમલવારી શરૂ કરી દીધી છે. જેમાં સબ પ્લોટીંગ, ફ્રન્ટ તથા સાઇડ માર્જીન તથા પાર્કિંગ માટે મોટી છુટછાટો આપવામાં આવી છે. એકંદરે કોમન જીડીસીઆઇ મઘ્યમ વર્ગ માટે આશિર્વાદરૂપ છે.
મહાપાલિકાના ટીપીઓ એમ.ડી.સાગડીયાએ જણાવ્યું હતું કે, કોમ્પેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ ક્ધટ્રોલ રેગ્યુલરાઇઝેશન ૨૦૧૭ જેને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જેનો અમલવારી વિસ્તાર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી, તમામ મ્યુનિસિપાલટીઓ, ગ્રામ્ય પંચાયતો વિસ્તાર તથા જે વિસ્તાર ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ મુજબ જાહેર કરાયેલ વિકાસ વિસ્તારો સમાવિષ્ટ કરાયેલ છે.
જેમાં કેટલાક ફેરફાર કરાયા છે. જેવા કે, રો-હાઉસીંગ બનાવવા માટે નો ક્લોઝ ઉમેરવામાં આવેલ છે. જેમાં ઓછામાં ઓછો ૧૦૦૦.૦૦ ચો.મી. ક્ષેત્રફળમાં બનાવી શકશે. કોમન વોલ ૫૦%ની જોડવી જ‚રી બનશે. ૬૦% સુધીની મર્યાદામાં બાંધકામ તથા ઓછામાં ઓછુ ફ્રન્ટ માર્જીન ૨.૦૦ મી. રીયર માર્જીન ૨.૫ મી. રાખવાનું રહેશે.
અગાઉ સીજીડીસીઆરમાં જે જે જગ્યાએ ૧૫.૦૦ મી. ની બિલ્ડીંગ હાઇટ મળવાપાત્ર હતી, જેને બદલે ૧૬.૫૦ મી. બિલ્ડીંગ હાઇટ મળવાપાત્ર થશે. હયાત બાંધકામ હોઇ તો ૧૨ થી નાના રોડ, ૧૨ મી.ના રોડ સુધી ૭.૫ મી.નો રોડના સેન્ટરથી સેટબેક મૂકી વાણીજ્ય હેતુનું બાંધકામ મળવાપાત્ર થશે. અગાઉ ૯.૦૦ મી. થી નાના ફ્રન્ટેજવાળા પ્લોટનું સબ-પ્લોટીંગ મંજૂરીને પાત્ર ન હતું તેનું ક્ષેત્રફળ મુજબ સબ-પ્લોટીંગ ૩.૦૦ મી. ફ્રન્ટેજ સુધીની મર્યાદામાં શક્ય બનશે. મંજૂર થયેલા લે-આઉટ તથા તેમાં વિકાસ પરવાનગી માટે છોડવાની થતી ૪૦% જમીનની કપાત ૨૮ માર્ચ ૨૦૧૮ પૂર્વે આપવામાં આવેલ બિનખેતી હુકમવાળી મિલ્કતને મુક્તિ આપવામાં આવેલ છે.
ખેડવાણ જમીનમાં વિકાસ પરવાનગી મેળવવા ૪૦% જમીન કપાત થશે. ૧૦,૦૦૦ ચો.મી.થી વધારે પ્લોટ સાઇઝમાં વૃક્ષારોપણ માટે છોડવાની થતી ૬% વધારાની જમીન ફાળવવાનો ક્લોઝ રદ કરવામાં આવેલ છે. અગાઉ ૧૦૦.૦૦ ચો.મી. પ્લોટ એરિયા માટે ત્રણ વૃક્ષ વાવવા જ‚રી હતા તેમાં વધારો કરી કુલ ૪ વૃક્ષ રોપવા અનિવાર્ય કર્યા તથા દર ૨૦૦ ચો.મી. એ ૪ વૃક્ષ ૫૦૦.૦૦ ચો.મી. સુધી અને ૫૦૦.૦૦ ચો.મી.થી વધારે પ્લોટ એરિયામાં દર ર૦૦.૦૦ ચો.મી.એ પાંચ વૃક્ષ રોપવા અનિવાર્ય કરાયા છે.
અગાઉ ૨૫ મી. સુધી હોલોપ્લીન્થ બિલ્ડીંગ ઉંચાઇમાંથી બાદ આપવામાં આવતી હતી તેની જગ્યાએ પાર્કિંગ કોઇપણ ફ્લોર પર મુકવામાં આવે તો તેને બિલ્ડીંગ હાઇટની ગણતરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. બિલ્ડીંગની ઉંચાઇ ફાયર પ્રોવિઝન તથા એવીએશન ડીપાર્ટમેન્ટ અથવા અન્ય સત્તા અધિકાર ધરાવતા વિભાગના ધારા ધોરણ મુજબ નિયમબઘ્ધ કરવાની રહેશે.
માર્જીનમાં રેમ્પ બિલ્ડીંગ ફરતે ફાયર સાધનોનું હલનચલન થઇ શકે તે રીતે ૪.૫ મી.ની ખુલ્લી જગ્યા રાખ્યા બાદ જ આપી શકાશે. ૧૫ મી ના રોડ સુધી અગાઉ ૪.૫ મી, ફ્રન્ટ રોડ સાઇડ માર્જીનની બદલે ૩ મી.ની મર્યાદામાં મુકવા મંજૂરી આપવામાં આવી છે. પ્લોટ સાઇઝ ૨૫ મી. સુધી રહેણાંક બાંધકામ માટે પાછળ તથા સાઇડ માર્જીન મુકવાનું રહેશે નહીં. પ્લોટ સાઇઝ ૨૫ મી. થી ૮૦ મી. સુધી પાછળનું માર્જીન ૧.૦ મી., મૂકવાનું પર્યાપ્ત રહેશે. (જે અગાઉ ૨.૨૫ મી. હતું)
પ્લોટ સાઇઝ ૮૦ ચો.મી. થી ૧૫૦ ચો.મી. સુધી ૧.૫૦ ચો.મી. પાછળનું માર્જીન મૂકવાનું પર્યાપ્ત રહેશે. (જે અગાઉ ૨.૨૫ મી. હતું.) પ્લોટ સાઇઝ ૧૫૦ ચો.મી. થી ૩૦૦ ચો.મી. સુધી પાછળનું માર્જીન ૨.૦૦ મી. મૂકવાનું પર્યાપ્ત રહેશે (જે અગાઉ ૨.૨૫ મી. હતું.) પ્લોટ સાઇઝ ૩૦૦ ચો.મી. થી ૫૦૦ ચો.મી. સુધી પાછળનું માર્જીન ૩ મી. (અગાઉનું ૨.૨૫ મી.) અને સાઇડ માર્જીન ર મી. જાળવવાનું રહેશે. (જે અગાઉ ૩ મી. હતું). નાના રહેણાંક મકાનોમાં ૧૦૦ ચો.મી. પ્લોટ એરીયા સુધી ૧ મી. પહોળાઇની સીડી, ૬.૦૦ મી.ના રોડ પર ૧.૫૦ મી. માર્જીન મૂકીને તથા ૭.૫૦ મી.ના રોડ પર પ્લોટ બાઉન્ડ્રીથી મૂકી શકાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com