હિન્દુઓના મહાન પવિત્ર પુરૂષોતમ માસ દર ત્રણ વર્ષે એક વાર આવતો અધીક માસ કહેવા છે.
ઓખામાં પણ વૈષ્ણવો આ માસની શરુઆતથી સવારે દરીયા કિનારે આવેલ વિરેમેશ્ર્વર મહાદેવની પુજા તથા દ્વારકાધીશની મંગલા આરતી સાથે ગોરમાની પુજા, દરીયા પુજન, પુરુષોતમની ૧૦૮ પરિક્રમાં કરી સૂર્ય પુજન કરી ગાયોને નીણ, ચબુતરને ચણ, સાધુ સંતાોને ભોજન કરાવી સાંજે મહીલા સત્સંગ મંડળમાં ધુન ભજનોની રમઝટ બોલાવે છે આમ ઓખાના વૈષ્ણવો અધિક માસે અધિક પુજન અર્ચન કરી ઓખાના તમામ મંદીરોમાં પુરુષોતમ પુજા સાથે ભકતીમય બનતા જોવા મળે છે. અહીં પુજારી પણ ભગવાન દ્વારકાધીશજીને જુદા જુદા શ્રૃંગારના દર્શન કરાવી ભકતોને કૃતાર્થ કરે છે.