હમેંશા આપણે ચા બનાવ્યા બાદ ચા માંથી વધેલી ભૂકીને ફેંકી દેતા હોય છીએ. પરંતુ ચા પત્તીથી વાળની ચમક પણ વધારી શકાય છે. આ એક રીતે પ્રાકૃતિક કન્ડિશનરનું કામ કરે છે. ચા બનાવ્યા બાદ તેની ભૂકીને ધોઇને બીજી વખત પાણીમાં ઉકાળીને તેનાથી વાળ હોવાથી પ્રાકૃતિક ચમક મળે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ નાના છોડોને મૂળમાં નાખી તેને સ્વસ્થ કરવા માટે કરી શકાય છે.

ચા પત્તીનો વધારાનો એક ફાયદો તે છે કે લાકડાની બનેલી ચીજોને ચમકદાર બનાવવા તેનો ઉપયોગ કરી શકાય છે. વધેલી ચા પત્તીને પાણીમાં ઉકાળી લઇને કોઇ બોટલ અથવા પરફ્યુમની બોટલમાં નાખીને લાકડાના સામાનની સફાઇ કરવાથી તે ચમકદાર બને છે. ચા પત્તીનો ઉપયોગ કાબુલી ચણા બનાવતી વખતે વધેલી પત્તીને સુકવીને તેની પોટલી બનાવીને કાબુલી ચણા બનાવતા સમયે ઉકળતા પાણીમાં તેની પોટલી નાખી દો. આનાથી કાબુબી ચણાનો રંગ વધુ આકર્ષક લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.