હિંગોળગઢ ખાતે કરોડોના ખર્ચે બનેલા અશ્વ ઉછેર કેન્દ્રના બાંધકામમાં તળીયાથી ટોચ સુધી ગેરરિતી અંગે ખુદ શાસકપક્ષના વિંછીયા તાલુકા પ્રમુખ નાથાભાઈ વસાણીએ આ કૌભાંડની લેખિતરાવ કરતાં અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામેલ છે.
આ અંગે વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ નાથાભાઈ વસાણીએ રાજકોટ જિલ્લા કલેકટરથી માંડી પશુપાલન મંત્રી સુધી લેખિતમાં રાવ કરી છે કે વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામે તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે અશ્વ ઉછેર કેન્દ્ર બનેલ છે. જે બાંધકામમાં તળીયાથી ટોચ સુધીનું નબળું બાંધકામ છે.
અંગે અમોએ વારંવાર ફરિયાદ કરી પણ આ બાંધકામ અંગે તપાસ કર્યા વગર કોન્ટ્રાકટરોને સ્ટેટ રિપોર્ટ આપી બીલ ચુકવી દીધુ છે. જો આ કોન્ટ્રાકટરો દ્વારા પગલા ભરવામાં નહીં આવે તો આગામી તા.૨૬ ઓગષ્ટથી સવારે આ અંગે મારૂ ઉપવાસ આંદોલન હશે.
ખુદ ભાજપના તાલુકા પ્રમુખે ઉપવાસ આંદોલનની જાહેરાત કરતા અનેકવિધ ચર્ચાએ ભારે જોર પકડયું છે.