રાજકોટમાં રેસકોર્સ-૨નું ખાતમૂહુર્ત કરતા મુખ્યમંત્રી

શહેરીકરણના દૌરમાં નાગરિકોને તંદુરસ્ત વાતાવરણ પુરુ પાડવાનો રાજય સરકારનો આશય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  રાજકોટવાસીઓને ૧પ્૦ એકર જમીનમાં બનનારા નવા રેસકોર્સ ના વિશાળ મેદાનની નવાજેશ કરી હતી.

નવા રીંગ રોડ પર બનનારા રેસકોર્સ-રનું ખાતમુહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી  રૂપાણીએ રાજય સરકારની રમતગમત પ્રત્યેની પ્રોત્સાહક  નીતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે શહેરોમાં વધતી ગીચતાને લીધે લુપ્ત તા મેદાનોમાં વૃધ્ધિ કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે. જેના પરિપાકરૂપે રાજકોટમાં બીજા રેસકોર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે નવા રેસકોર્સના નિર્માણી શહેરના યુવાનોમાં રમત-ગમત પ્રત્યે રૂચી વધશે. શહેરીકરણના દૌરમાં નાગરિકોને તંદુરસ્ત વાતાવરણ પુરુ પાડવાનો સરકારનો આ પ્રમાણિક પ્રયત્ન છે. એમ પણ શ્રી રૂપાણીએ ઉમેર્યુ હતું.

જુના રાજકોટ સો સંકળાયેલી પોતાની મધુર યાદોને મુખ્યમંત્રીએ આ તકે વાગોળી હતી અને નવા રેસકોર્સ ખાતે તળાવ, બગીચો, ગોલ્ફ મેદાન, સભાસ્ળ, વોકવે, વગેરે બનાવવામાં આવશે એવી પણ વિગતો રજુ કરી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ શહેરના નાગરિકોને આ નિર્માણાધીન રાજકોટનો લાભ લેવા ઉનુરોધ કર્યો હતો અને શહેરીજનોના સક્રિય સહકારની કામના સેવી હતી.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આતશબાજી કરાઇ હતી તા દર્શન રાવલની સંગીત સંધ્યા રજુ ઇ હતી જેને રાજકોટવાસીઓએ મનભરીને માણી હતી.

મુખ્યમંત્રીના હસ્તે કાર્યક્રમનો દિપપ્રાગટયી શુભારંભ યો હતો. મહેસૂલ વિભાગના અગ્રસચિવશ્રી કે.શ્રીનિવાસને સ્વાગત પ્રવચન કર્યુ હતું પદાધિકારીશ્રીઓ તા , સરગમ કલબ, જાણીતા ગાયકશ્રી દર્શન રાવલ વગેરેએ પુષ્પમાલા અને સ્મૃતિચિહન એનાયત કરી મુખ્યમંત્રીશ્રીનુ બહુમાન કર્યુ હતું.નવા રીંગ રોડ પર બનનારા રેસકોર્સ અંગેની ડોકયુમેન્ટ્રીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. ગાયક  દર્શન રાવલે એક ગીત પણ રજુ કર્યુ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.