ભકિતનગર, મેટોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં અવાજની મર્યાદા કરતા વધુ ઘોંઘાટ: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જવાબદારી નિભાવવામાં રહ્યું નિષ્ફળ
પ્રદુષણ એ ૨૧મી સદીનાં સૌથી વિકટ પ્રશ્ર્નોમાનો એક છે, પરંતુ તે સ્થુળ ‚પે દેખાતું ન હોવાથી તેની ઉપેક્ષા થઈ રહી છે. પોલીસ દ્વારા દર ત્રણ મહિને ધ્વની પ્રદુષણ નિયંત્રણનાં ધોરણોને લાગતુ જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેનુંપાલન કરાવાની જવાબદારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની છે. પરંતુ પ્રદુષણ બોર્ડ આ જવાબદારી નિભાવવામાં બીલકુલ નિષ્ફળ નિવડયું છે.
શહેરની નીરવતા લુપ્ત થવાના આરે છે. ઔદ્યોગીક વિસ્તારમાં દિવસ દરમ્યાન વધુમાં વધુ અવાજની મર્યાદા ૭૫ ડેસીબલ અને રાત્રી દરમિયાન ૭૦ ડેસીબલ છે. પરંતુ ભકિતનગર, મેટોડા અને અન્ય ઔદ્યોગીક વિસ્તારમાં અનેક ઠેકાણે આના કરતા કયાંય વધુ ઘોંઘાટ થતો જોવા મળે છે.
વાણીજય વિસ્તારમાં દિવસે અવાજની મર્યાદા ૬૫ ડીબી અને રાત્રે ૫૫ ડીબી છે અને રાત્રે ૪૫ ડીબી હોવી જોઈએ સાયલન્સ ઝોનમાં દિવસે ૫૫ ડીબી અને રાત્રે ૪૦ ડીબી હોવી જોઈએ.
અનેક રહેણાંક વિસ્તારોમાં શાક માર્કેટ કોચિંગ કલાસીઝ, કોમ્યુનીટી હોલ તથા વ્યાપારી કેન્દ્રો આવેલા હાવાથી રહીશોને ઘોંઘાટ સહેવો પડે છે.
અતિશય ટ્રાફીક અને ગીચતાને કારણે ધર્મેન્દ્ર રોડ, લાખાજી રોડ, ઢેબર રોડથી લઈને રૈયા રોડ સુધીનાં અનેક વાણીજય વિસ્તારોમાં ઘોંઘાટનું પ્રદુષણ ફેલાયું છે. કાનમાં ધાક પાડી તા પ્રતિબંધીત હોર્ન પ્રદુષણમાં ઓર વધારો કરે છે.