વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં વધુને વધુ વિદેશી રોકાણકારો આવે તે માટે ભારતીય વિદેશ મંત્રાલય પણ પ્રયત્નશીલ બન્યું છે.
આગામી નવેમ્બર માસમાં યોજનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોનો સમગ્ર વિશ્વમાં અત્યારે પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રના વિદેશ બાબતોના પ્રધાન સુષ્મા સ્વરાજે તમામ દેશોમાં આવેલા ભારતીય દુતાવાસ અને કોન્સ્યુલેટને પત્ર પાઠવી અંગત રસ દાખવવા ભલામણ કરી છે.
ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સીરામીક એક્સપોને સફળ બનાવવા હાલમાં સીરામીક એસોસિએશન દ્વારા યુરોપ,આફ્રિકા,ગલ્ફ ક્ધટ્રી,શ્રીલંકા,મલેશિયા થાઈલેન્ડ સહિતના રાષ્ટ્રોમાં વિદેશી રોકાણકારો સાથે મિટિંગ અને ગેટ ટૂ ગેધર થઈ રહ્યા છે ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા પણ એક્સ્પો અંગે ભારતીય દૂતાવાસોને ભલામન કરવામાં આવતા સિરામિક એસોસિએશનના જુસ્સામાં વધારો થવા પામ્યો છે.