પાકિસ્તાન સાથે વાત-ચીત મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બેઠક યોજીને કડક શબ્દોમાં વાત કરી
તેમણે કહ્યું છે કે, જ્યારે સીમા પર અર્થીઓ ઉઠતી હોય ત્યારે વાત-ચીતનો અવાજ ગમતો નથી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે 4 ફોર્મ્યૂલા મુકી હતી ત્યારે જ મે કહ્યું હતું કે, આતંકવાદને છોડવો એ પણ એક ફોર્મ્યૂલા જ છે. પઠાણકોટ હુમલો, સીમા પર ફાયરિંગ અને ઘુસણખોરીની વચ્ચે વાતચીત શક્ય નથી. જોકે જે મિકેનિઝમ બન્યું છે, તેના દ્વારા વાતચીત જ થઈ શકે. અમે એવુ કહીએ છીએ કે આતંકવાદ મુદ્દે વાતચીત ચાલુ રહેવી જોઈએ. ઔપચારિક વાતચીત અટકતા આ રીતે વાતચીત થઈ શકતી હોય છે.
સુષ્મા સ્વરાજે કહ્યું કે, ‘ગિલગિટ બાલ્ટિસ્ટાનની વાત છે. તો અમે હાઈ કમિશ્નરને તે જ દિવસે વાત કરી જ્યારે પાકિસ્તાન તેને પાંચમું રાજ્ય બનાવવાની વાત કરી હતી.’
We never said we are not ready for talks, but there is a caveat. Terror and talks cannot go together, be it post elections(Pakistan general elections scheduled for July 25) or even before. Jab seema par janaze uth rahe hon,to baatcheet ki awaaz acchi nahi lagti: EAM Sushma Swaraj pic.twitter.com/8pN4uNUlz1
— ANI (@ANI) May 28, 2018
અમેરિકાનો સવાલ છે તો સેક્રેકટરી કૈરી આવ્યા ત્યારે જ સવાલ થયો હતો કે, યુએસએ એમ્બેસી હટાવવાની વાત કરી હતી. ત્યારે અમે કહ્યું હતું કે, જો અમેરિકાને વાતચીત કરવી હોય તો તેમના મિત્ર રાષ્ટ્રની એમ્બેસી ત્યાં હોવી જોઈએ. નોર્થ કોરિયામાં ભારત કોઈ ભૂમિકા નથી ભજવતું. અમારા તેમની સાથે દ્વીપક્ષીય સંબંધ છે અને તે જ અંતર્ગત જનરલ વી.કે સિંહે ત્યાંની મુસાફરી કરી હતી.ઈકોનોમિક ડિપ્લોમેસી પર અમારો રોડમેપ સંબંધિત મંત્રાલય નક્કી કરશે. તેઓ તેમનો રોડમેપ અમને જણાવી દે. અમે તે મંત્રાલય માટે સુવિધાઓ ભેગી કરીએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com