વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે બેઈજિંગમાં આતંકવાદ અને તેને સમર્થન આપનારા દેશો પર જોરદાર જુમલો કર્યો હતો. તેઓએ કહ્યું કે, “વિશ્વભરમાં આતંકવાદ સાથે મુકાબલો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકીઓને સમર્થન કરનારાં દેશો પર કાર્યવાહી કરવી જોઈએ.” વિદેશ મંત્રીએ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લેવા ચીન પહોંચ્યા છે.
સૌથી વધુ ખતરો વૈશ્વિક આતંકવાદથી
SCO મીટિંગને સંબોધિત કરતાં સુષ્મા સ્વરાજે કહ્યું કે, “આજે વિશ્વ સામે અનેક પડકારો છે. જેમાં સૌથી વધુ ખતરો વૈશ્વિક આંતકવાદથી છે, જેનો મુકાબલો કરવા માટે મજબૂત સુરક્ષા માળખું તૈયાર કરવાની જરૂર છે.”બેઠક માં પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ પણ હાજર હતા.
External Affairs Minister #SushmaSwaraj called for a peace process in war-ridden #Afghanistan while criticising the United Nations Security Council for its inability to handle the contemporary security challenges.
Read @ANI story | https://t.co/6MFN6vBL94 pic.twitter.com/n8dmH4XI8j
— ANI Digital (@ani_digital) April 24, 2018
માત્ર આતંકીઓ સામે લડીને ખતમ નહીં થાય સમસ્યા
વિદેશ મંત્રીએ કહ્યું કે, “અમારૂ માનવું છે કે માત્ર આતંકીઓ સામે લડીને આપણે આ સમસ્યાને ખત્મ નહીં કરી શકીએ. તેના માટે આપણે સૌથી પહેલાં તે દેશની ઓળખ કરવી જોઈએ અને તેના પર કાર્યવાહી કરવી જોઈએ જે તેમને આર્થિક મદદ અને સમર્થન આપી રહ્યાં છે.”
સુષ્માએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રને સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર એક વ્યાપક સમિટની જરૂર છે. તેઓએ કહ્યું કે ભારતે 20 વર્ષ પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં એક એવી સમિટનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.
આતંકવાદ જીવન, શાંતિ અને સમૃદ્ધિનું દુશ્મન
વિદેશ મંત્રીએ કહ્યું કે, “આતંકવાદ જીવન, શાંતિ અને સમૃદ્ધિ જેવાં મૂળ માનવાધિકારોનું દુશ્મન છે. સંરક્ષણવાદને પૂરી રીતે ફગાવી દેવું જોઈએ.”
“આતંકી સંગઠન વિશ્વભરમાં સ્થિરતાને ખતમ કરી રહ્યાં છે. એક ભયનું વાતાવરણ બનાવી રહ્યાં છે જે બહુલવાદના સમર્થક છે.”
તેઓએ કહ્યું કે શાંઘાઇ કો-ઓપરેશન દેશોની સાથે કનેક્ટિવિટી ભારતની પ્રાથમિકતા છે. કાબુલ, કંધાર, નવી દિલ્હી અને મુંબઈ વચ્ચે એર કાર્ગો કોરિડોર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com