ભારતના લોખંડીપુરૂષ તરીકે જે ઓળખાયા છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર સરોવરની પાસે તૈયાર ઈ રહેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં એકતા યાત્રા ફરી રહી છે.
રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાનો સંદેશો ગ્રામ્યકક્ષા સુધી ફેલાવવા સુરેન્દ્રનગર જિલલામાં પણ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે જિલ્લામાં બે એકતા યાત્રાના રો ગામે-ગામ ફરી રહયા છેઅને દરેક ગામડાઓમાં તેને વ્યાપક પ્રતિસાદ સાંપડી રહયો છે. જયાં જયાં આ ર પહોંચે છે ત્યાં ગ્રામવાસીઓ સ્વાગત કરી સરદાર સાહેબની પ્રતિમાની ભાવભરી આરતી ઉતારે છે અને રાષ્ટ્રીય નેતાને શ્રધ્ધાંજલી પાઠવે છેપ્રમ તબકકામાં આ યાત્રા થાનગઢ તાલુકાના ગુગલીયાણા, જામવાળી, ખાખરાવાળી, ધ્રાંગધ્રા તાલુકાના સતાપર, વિરેન્દ્રગઢ, સજજનગઢ, વઢવાણ તાલુકાના કોઠારીયા, વાઘેલા, મેમકા, વડલા અને લીંબડી તાલુકાના પરાલી, રાણાગઢ, વગેરશે ગામોમાં ફરી હતી. જયાં ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યાત્રા તા.૨૯ મી ઓકટોબર સુધી જિલ્લામાં ફરશે.