ગુજરાતમાં મોટાપાયે કોમર્શિયલ ટેક્સ ચોરીની ફરિયાદો: આગામી દિવસોમાં દરોડા પડાશે: તપાસનો ધમધમાટ
ગુજરાતમાં મોટા પાયે કોમર્શિયલ ટેક્સ(વેટ)ની ચોરી ઇ રહી છે. જેમાં જાણીતી હોટેલ અને રેસ્ટોરાંનો પણ સમાવેશ ાય છે. ઘણા જાગૃત ગ્રાહકો દ્વારા આવી માહિતી વેટના અધિકારીઓને આપવામાં આવી છે. જેને પગલે હાલ વેટની ટીમ આ હોટેલ – રેસ્ટોરાં પર વોચ રાખી રહી છે. પૂરતી વિગતો મળ્યા બાદ આગામી દિવસોમાં વેટ ચોરી કરતી હોટેલ રેસ્ટોરાં ઉપર વેટના અધિકારીઓ ત્રાટકશે. ોડા સમય પહેલા જ વેટના અધિકારીઓએ અમદાવાદની જાણીતી હોટેલ સહિત રાજ્યની સંખ્યાબંધ હોટેલ-રેસ્ટોરાં પર દરોડા પાડીને કરોડોની વેટ ચોરી શોધી કાઢી હતી. જે અંગેની તપાસ હજુ પણ ચાલી રહી છે. ગુજરાતની હોટેલોમાં રૂપિયા ૨૦૦ી લઇને બે હજાર સુધીની પ્લેટ સર્વ કરવામાં આવી રહી છે. આ હોટેલિયર અને રેસ્ટોરાં સંચાલકો ગ્રાહકો પાસેી ટેક્સ વસુલ કરતા હોવા છતાં વેટ જમા નહિ કરાવતા હોવાની વિગતો ઘણા સમયી વેટના અધિકારીઓને મળી રહી છે. હાલ ચાલી રહેલા ઉનાળું વેકેશનમાં ઘણા જાગૃત નગારિકો પરિવાર સો હોટેલ- રેસ્ટોરાંમાં જમવા જતા હોય છે. ત્યારે તેમને ચુકવેલા નાણાંનું પાકુ બિલ આપવામાં આવતું ની. ઘણી જગ્યાએ અેક જ નંબરના બિલ જુદા જુદા ગ્રાહકોને આપવામાં આવી રહ્યા હોવાનું લોકોના ધ્યાને આવ્યું હતું. આ મુદ્દે તેમણે વેટના અધિકારીઓ સમક્ષ ફરિયાદો કરી હતી. માત્ર અમદાવાદ જ નહિ પરંતુ ગુજરાતભરમાંી આવી વ્યાપક ફરિયાદો વેટને મળી છે. જેને પગલે વેટની ટીમે આવી હોટેલ અને રેસ્ટોરાં ઉપર વોચ શરૂ કરી દીધી છે.
જેમાં વેટના અધિકારીઓના ધ્યાને પણ એવી ચોંકાવનારી વિગતો આવી છે કે હોટેલિયરો ગ્રાહકોને બિલ આપીને કોમ્પ્યુટરમાંી તેની એન્ટ્રી ડીલીટ કરી દેતા હોય છે. બિલની રકમમાં ચેડાં, ગ્રાહકોને એક જ નંબરના બિલ ચુકવવામાં આવે છે તા ખરીદેલી માલની એન્ટ્રી કરવાનું ટાળી તેના ઉપર પણ વેટ ચોરી કરવામાં આવી રહી છે. વેટના સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ વેટ ચોરી કરતી આવી તમામ હોટેલ અને રેસ્ટોરાં ઉપર દરોડા પાડીને તેમના તમામ વ્યવહારોની એન્ટ્રીઓ ચેક કરતી તેમણે જે વેટ ચોરી કરી છે. તે શોધી કાઢવામાં આવશે. હોટેલિયરોએ કરેલી વેટની ચોરી ઉપરાંત તેમની પાસેી દંડ પણ વસૂલવામાં આવશે.