૩૬ નવા મંત્રીઓની શપવિધિ યોજાઈ: છેલ્લી ઘડી સુધી મંત્રીપદ માટે ખેંચતાણ ચાલી
ગત ૨૮મી નવેમ્બરે રચાયેલી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની ઉદ્ધવ સરકારનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં નાયબ મુખ્યમંત્રી પદે અજીત પવાર સહિતના ૩૬ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. વિધાનસભા પરિસરમાં યોજાયેલી શપથવિધિ કાર્યક્રમમાં રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ આ નવા મંત્રીઓને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ ૩૬ મંત્રીઓમાં શિવસેના અને એનસીપીના ૧૩-૧૩ મંત્રીઓ જ્યારે કોંગ્રેસના ૧૦ મંત્રીઓએ શપથ લીધા હતા.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારનું એક મહીના બાદ આજે પહેલું મંત્રીમંડળ વિસ્તરણ થયું હતું. વિધાનભવન પરિસરમાં યોજાયેલા આ વિસ્તારમાં ૩૬ નવા મંત્રી શપથ લીધા હતા. જેમાં અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ અને અજીત પવાર મુખ્ય છે. ૨૮ નવેમ્બરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના બે-બે મંત્રીઓએ શપથ લીધા હતા. નિયમ પ્રમાણે, મહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી સિવાય ૪૨ મંત્રી જ સામેલ થઈ શકે છે. શપથ ગ્રહણ માટે બનેલા મંડપમાં પાંચ હજાર લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે નવા મંત્રીઓના સામેલ થયા બાદ વિભાગોમાં ફેરફાર થઈ શકે છે. જોકે, હાલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે કોઈ વિભાગ નથી. ગૃહ અને ઉદ્યોગ વિભાગ શિવસેના પાસે છે. નાણા અને ગ્રામીણ વિકાસ રાકાંપાને આપવામાં આવ્યા છે. કોંગ્રેસને મહેસૂલ, પીડબલ્યુડી અને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. શિવસેનાના કવોટામાંથી રવિન્દ્ર વાયકર, ઉદય સામંત, ગુલાબરાવ પાટિલ, તાનાજી સાવંત, આશીષ જૈસવાલ, સંજય રાઠોડ, દાદા ભુસે, દિવાકર રાવતે, અનિલ પરબ, ડો. રાહુલ પાટિલ, સંજય શિરસાટ, અનિલ બાબાર, શંભૂરાજ દેસાઈ અને અબ્દુલ શતારએ શપથ લીધા હતા. જો કે, શિવસેના ધારાસભ્યોનું દબાણ હતુેં કે ચૂંટણી જીતનારાઓને જ મંત્રી બનવાની તક મળવી જોઈએ. તેથી છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલુ રહ્યું હતું. જ્યારે એનસીપીના કવોટામાંથી પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી અજિત પવાર, દિલીપ વળસે પાટીલ, હસન મુશરીફ, ધનંજય મુંડે, અનિલ દેશમુખ, ડો.રાજેન્દ્ર સિંગડે, જીતેન્દ્ર આડવાહ, નવાબ મલીક, બાલાસાહેબ પાટીલ, રાજેશ ટોપે, જ્યારે રાજ્ય મંત્રી તરીકે પ્રાજકત તનપુરે, દત્તા ભરણે, અદિતી ટટકરે, સંજય બંનસોડે મંત્રી બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી અશોક ચૌહાણ, કે.સી.પાંડવી, વિજય બડેતીવાર, અમીત દેશમુખ, સુનિલ કેદાર, યશોમતિ ઠાકુર, વર્ષા ગાયકવાડ અને અસલમ શેખ કેબીનેટ મંત્રી જ્યારે વિશ્ર્વજીત કદમ અને સતેજ પાટીલને રાજ્યમંત્રી પદે શપથ લીધા હતા. જ્યારે અપક્ષ ચૂંટાયેલા એડગાઉકર, શંકર રાવ ગડાખ અને બચુ કડુને પણ મંત્રી પદે શપથ લેવડાવવામાં આવ્યા હતા.