લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારે 31 જુલાઈ સુધીનો સમય લંબાવ્યો
અબતક, નવીદિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા લોકોના ઉત્થાન અને ખેડૂતો નું ભવિષ્ય સુંદર બનાવવા માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી છે ત્યારે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના જે ખેડૂતો માટે અમલી બનાવવામાં આવી છે તેમાં સરકારે ખેડૂતોનો હિત હોય ફરી ઇકેવાઇસીની તારીખ લંબાવી છે. સરકારનો હેતુ એ છે કે તે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો તેનાથી ખેડૂતોને ઘણા ખરા લાભો મળી રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ 10 કરોડ ખેડૂતોને સીધો જ લાભ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના હેઠળ જે ખેડૂતોને જમીન છે તેમને પ્રતિવર્ષ 6000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે અને ત્રણ તબક્કામાં તેઓ ને પૈસા નું ચુકવણું કરાશે. તારે આ યોજનાને સફળ બનાવવા માટે ઓનલાઇન વ્યવસ્થા પણ ખૂબ જ સારી ગોઠવી છે જેમાં ખેડૂતોને કેટલો લાભ મળ્યો છે તેમની અરજી ક્યાં સુધી પહોંચી છે એ તમામ ચીજવસ્તુઓ નો ખ્યાલ તેઓને એક ક્લિક ઉપરથી મળી રહેશે.
સરકાર નો બીજો મુખ્ય હેતુ એ છે કે તેઓ ખેતી ક્ષેત્રે ક્રાંતિ સર્જી ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નો હાથ ધરી રહ્યું છે જેને ધ્યાને લઇને આગામી સમયમાં તે મુજબની જ કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ની સાથોસાથ ખેડુત લગતી અનેક નવી યોજનાઓ ની અમલવારી પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જે ખરા અર્થમાં લોકો અને ખેડૂતો માટે અત્યંત ઉપયોગી અને હિતાવહ નીવડશે.