રાહત, મોદી સરકારે મતદાન કાર્ડ-આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારી, આધાર કાર્ડ અને મતદાર કાર્ડને લિંક કરવા માટે 1 એપ્રિલ, 2023ની અંતિમ તારીખ આપવામાં આવી હતી. જોકે હવે આ મર્યાદા 31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે જાહેરાત કરી છે કે આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવું સ્વૈચ્છિક હશે અને તેના માટે મતદાતાની પરવાનગી જરૂરી છે.
31 માર્ચ 2024 સુધી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકાશે
ચૂંટણી પંચે આ બંને કાર્ડને લિંક કરવાની ડ્રાઇવ શરૂ કરી છે અને મતદાર યાદીમાં નામો સાચા છે કે નહીં તે જાણવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસેમ્બર 2021માં લોકસભામાં ચૂંટણી અધિનિયમમાં સુધારો કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલની મંજૂરીએ આધાર અને વોટિંગ કાર્ડને લિંક કરવાની મંજૂરી આપી છે. આધાર અને મતદાર કાર્ડ લિંકિંગ (વેબસાઇટ દ્વારા) નેશનલ વોટર સર્વિસ પોર્ટલ ની સત્તાવાર વેબસાઇટ ક્ષદતા.શક્ષ છે આ વેબસાઈટ પર જઈને લોગ ઇન કર્યા પછી, હોમપેજ પર સર્ચ ઇન ઈલેક્ટોરલ રોલ પર ક્લિક કરો.
આધાર નંબર, રાજ્ય, જિલ્લો સહિતની વિનંતી કરેલ માહિતીની વિગતો દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો આધારની વિગતો આપ્યા બાદ મોબાઈલ અથવા ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે ઘઝઙ નાખ્યા પછી તમારું આધાર અને મતદાર કાર્ડ લિંક થઈ જશે. આધાર અને મતદાર કાર્ડ લિંકિંગ (એસએમએસ અને ફોન દ્વારા) 166 અથવા 51969 પર મેસેજ કરો આ પછી, આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે આ પછી, જે વિકલ્પો આપવામાં આવશે તેની માહિતી આપવી જોઈએ આ રીતે તમે જખજ દ્વારા પણ લીંક કરી શકો છો. આ સિવાય તમે હેલ્પલાઈન નંબર 1950 પર કોલ કરીને પણ લીંક કરી શકો છો